<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ચોરીઓના ૧૭ અને ૧૮ ગુનાઓમાં સામેલ રાતીદેવળીનો રાહુલ ટકો અને રાજકોટનો ઇબ્રાહીમશા પાસામાં ધકેલાયા

પોલીસ કમિશનરે વોરન્‍ટ ઇશ્‍યુ કરતાં ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ વસાવા, નિલેષભાઇ મકવાણા, પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા અને ટીમે વોરન્‍ટ બજવણી કરી અમદાવાદ જેલમાં ધકેલ્‍યા

રાજકોટ તા. ૨૩: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ બે શખ્‍સોને પાસા તળે જેલભેગા કર્યા છે. ચોરીઓના અનેક ગુનાઓમાં પકડાઇ ચુકેલા મુળ રાતીદેવળી અને રાજકોટના શખ્‍સ સામે પાસાનું શષા ઉગામાયુ છે. આ અંને ૧૭ અને ૧૮ ચોરીઓના ગુનાઓમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્‍યા હતાં.

હાલ લીમડા ચોક શાષાી મેદાન નજીક ફૂટપાથ પર રહેતાં મુળ વાંકાનેર રાતીદેવળીના રાહુલ ઉર્ફ ટકો અશોકભાઇ વિકાણી (ઉ.વ.૨૧) અને ચુનારાવાડ-૨માં સવશીભાઇ કોળીના મકાનમાં રહેતાં હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર (ઉ.વ.૩૫)ને અમદાવાદ જેલમાં મોકલી દેવાયા છે. આ બંનેને પાસામાં ધકેલવા ગુનાહિત ઇતિહાસ ચેક કરી દરખાસ્‍ત તૈયાર કરવાની કામગીરી જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ  પરમાર, એસીપી વી. જી. પટેલી રાહબરીમાં ભક્‍તિનગર પોલીસે તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનરે મંજુર કરી હતી.

રાહુલ ઉર્ફ ટકો અગાઉ વાંકાનેર, હળવદ, રાજકોટના અલગ અલગ પોલીસ સ્‍ટેશનોમાં ચોરીઓના ૧૭ ગુનાઓમાં અને હનીફશા પણ રાજકોટ, વાંકાનેરમાં ચોરીઓના અલગ અલગ ૧૮ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો હતો. વોરન્‍ટ બજવણીની કામગીરી પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીસીબી ઇન્‍ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. એન. વસાવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, ભરતભાઇ મારકણા, હેડકોન્‍સ. હિતેન્‍દ્રસિંહ ઝાલા, પ્રભાતભાઇ ડાંગર, કોન્‍સ. રાહુલભાઇ ઠાકુર, અરજણભાઇ પરમાર, દેવજીભાઇ પાણકુટા, હોમગાર્ડ હાર્દિક પીપળીયા અને પીસીબીના રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સીસોદીયાએ કરી હતી

(12:14 PM IST)