<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

કાલે કલેકટર કચેરી સહિત તમામ કચેરીઓ ઉપર ભારતના રાષ્‍ટ્રધ્‍વજ સાથે સંયુકત રાષ્‍ટ્રસંઘનો ધ્‍વજ ફરકાવાશે

કાલે કલેકટર કચેરી સહિત તમામ કચેરીઓ ઉપર ભારતના રાષ્‍ટ્રધ્‍વજ સાથે સંયુકત રાષ્‍ટ્રસંઘનો ધ્‍વજ ફરકાવાશે

રાજકોટ, તા.૨૩: આગામી તા.૨૪ ઓક્‍ટોબરના રોજ સંયુક્‍ત રાષ્ટ્ર સંઘ દિનની ઉજવણી નિર્મિતે રાજકોટ જિલ્લાની સરકારી કચેરીઓના મકાન પર ભારતીય રાષ્ટ્રધ્‍વજની સાથે સંયુક્‍ત રાષ્ટ્ર સંઘનો ધ્‍વજ પણ ફરકાવવામાં આવશે.

 સંયુકત રાષ્ટ્રસંઘ દિનની ઉજવણી દર વર્ષે તા.૨૪મી ઓકટોબરના રોજ કરવામાં આવે છે. ભારત સરકારના મીનીસ્‍ટ્રી ઓફ હોમ અફેર્સની સૂચના  મુજબ  જે સરકારી કચેરીઓમાં નિયમિત પણે રાષ્ટ્રધ્‍વજ ફરકાવવામાં આવતો હોય તે સરકારી કચેરીઓએ (રાજભવન, ગુજરાત વિધાનસભા તથા ગુજરાત હાઇકોર્ટ સિવાય) દર વર્ષે સંયુકત રાષ્ટ્રસંઘ દિનની ઉજવણીના ભાગરૂપે, તા. ૨૪મી ઓકટોબરના રોજ ભારતના રાષ્ટ્રધ્‍વજની સાથે સંયુકત રાષ્ટ્રસંઘનો ધ્‍વજ કચેરીના મકાન પર ફરકાવવાનો રહેશે. આથી રાજકોટ જિલ્લાની જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા તથા ગ્રામ્‍ય કક્ષાઓની કચેરી સેવાસદનોમાં તારીખ ૨૪ ઓક્‍ટોબરના દિવસે ભારતીય રાષ્ટ્રધ્‍વજની સાથે સંયુક્‍ત રાષ્ટ્ર સંઘનો ધ્‍વજ પણ ફરકાવવામાં આવશે.

(2:19 PM IST)