<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

સહકારી સેવા બદલ હેમભા જાડેજાનું સન્‍માન

રાજકોટઃ વિસામણ સેવા સહકારી મંડળી લી., તા. પડધરીના ૧૯૭૮ થી આજ સુધી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા હેમંતસિંહ ઉર્ફે હેમભા જાડેજાને રાજકોટ ડિસ્‍ટ્રી, બેંક તરફથી બેંકની વાર્ષિક સાધારણ સભામાં સતત ૪૫ વર્ષ થયા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળવા બદલ ઈફકો (ન્‍યુદિલ્‍હી) ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ઈફકો (ન્‍યુદિલ્‍હી)ના ડિરેકટર, ડિસ્‍ટ્રી. બેંકના ચેરમેન, અને યુવા ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા, કળભકો (ન્‍યુદિલ્‍હી)ના ડિરેકટર, રાજકોટ જીલ્લા સંઘ તથા રાજકોટ ડિસ્‍ટ્રીકટ બેંકના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, ડીસ્‍ટ્રી. બેંકના મેને ડિરેક્‍ટરી ઘનશ્‍યામભાઈ ખાટરીયા દ્વારા શાલ ઓઢાડી શિલ્‍ડ તેમજ રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવેલ. હેમભાના હલામણા નામથી ઓળખાતા હેમંતસિંહ વિસામણ સેવા ઉપરાંત અનેક વિધ સહકારી તેમજ સામાજીક સંસ્‍થાઓમાં સેવાઓ આપે છે. તેઓ ઓતમબાઈ ઝવેરચંદ સંઘવી વિધાલય, વિસામણમાં સને ૨૦૧૫ થી પ્રમુખ તરીકે, જામનગર જીલ્લા રાજપુત સમાજમાં સને ૧૯૯૫ થી ડિરેકટર પદે તેમજ રાજપુત સમાજ, ધ્રોલ સંસ્‍થાના સ્‍થાપક ટ્રસ્‍ટી તરીકે અવિસ્‍તળત સેવાઓ આપી રહેલ છે.

(3:44 PM IST)