News of Wednesday, 23rd October 2024
વડતાલધામે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ
૭ થી ૧પ નવેમ્બર સુધી ૮૦૦ વિઘા જમીનમાં ભવ્ય આયોજન : આવતીકાલથી સાંસ્કૃતિક પ્રદર્શન : ટેકનોલોજીથી સજ્જ સાંસ્કૃતિક પ્રદર્શનમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો, ઇલુઝન, સાયન્સ સીટી, સ્ક્રીન પર જીવન ઘડતરનું રહસ્ય, ગ્લોગાર્ડન, નેચરલ ગુફાઓ, ફલાવર્સ ટ્રેન આકર્ષણ જમાવશે : મહોત્સવ દરમ્યાન દરરોજ પ લાખ હરીભકતો લાભ લેશે : સાંસ્કૃતિક પ્રદર્શનમાં ૧૦૦ ફૂટ લાંબો અને ૩પ ફૂટ ઉંચો કલાત્મક પ્રવેશદ્વાર : રાજકોટ, અમદાવાદ, સુરતના શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટના પાઠ શીખશે : કુલ સવાસો કરોડ થશે ખર્ચ : કાલે બાળયુવા મહોત્સવમાં ર૦ હજાર બાળકો ભાગ લેશે

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વડતાલ સ્વામીનારાયણ મંદિરના પૂ. વિવેકસાગર સ્વામી, પૂ. ગુણસાગર સ્વામી, પૂ. ચિતસાગર સ્વામી, પૂ. ભકિતચરણ સ્વામી અને ચેતનભાઇ રામાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટઃ શ્રી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર તેમજ ટેમ્પલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી તેમજ ચેરમેન શ્રી દેવપ્રકાસદાસજી સ્વામી એ અખબારી યાદીમા જણાવ્યું છે કે, સ્વામિનારાયણ ભગવાને આજથી ૨૦૦ વર્ષ પહેલા પોતે સ્વહસ્તે ૬ મંદિરો બનાવી સંપ્રદાયનો તિરંગો ફરકાવ્યો અને ૨ મુખ્ય ગાદી સ્થાપી વડતાલ અને અમદાવાદ જયાં સ્વયંશ્રીજી મહારાજે વડતાલ ખાતે ‘લક્ષ્મીનારાયણ દેવ' અને ‘હરિકળષ્ણ મહારાજ' આદી દેવોની પ્રતીષ્ઠા ક તીષ્ઠા કરી, હરીભક્તોને તન-મન-ધનથી સુખીયા કરવાનુ વચન માંગ્યુ ત્યારે સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ પોતે તે પ્રગટ થઈ કળયુગના અંત સુધી પોતે અહીં બિરાજશે અને ભક્તો તેમજ દિન દુખીયા લોકોના મનોરથો સિધ્ધ કરશે એવા આશીર્વાદ આપ્યા ત્યારથી આજદિન સુધી દિન-પ્રતીદિન ભકતોનુ ઘોડાપૂર વહે છે તેમા પણ પૂનમા ના દિવસે ૨ લાખથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરે છે. તેમજ ૧૦૦૦ થી વઘુ રૂમોનુ યાત્રીક ભવન, નિશુલ્ક ડાઈનીંગ હોલ તેમજ નિશુલ્ક મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ જેમા દરેક વિભાગના અનુભવી તબીબો દ્વારા સારવાર જેવા અનેક લોકઉપયોગી અને જનકલ્યાણના કાર્યો ચાલી રહ્યા છે તેમજ જેની ભારત સરાકારના સંચાર વિભાગ અંદર આવતા પોસ્ટ વિભાગે ‘ટપાલ ટિકીટ' અને ‘ટપાલ કવર' બહાર પાડયુ છે તેમજ ગુજરાત સરકારે પણ ટેમ્પલ બોર્ડના સતકાર્યોને ધ્યાનમા લઈ ‘પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમા' સમાવેશ કર્યો છે તદ્પરાંત શ્રીજી મહારાજના જીવનકાળ દરમીયાન તેઓ દ્રારા ઉપયોગમાં આવેલ કપડા, વાસણો, નખ, વાળ થી માડીને નાની-મોટી તમામ વસ્તુઓનું સંગ્રહાલ્ય બનાવે છે જે ૨૦૦ કરોડના માતબર ખર્ચે ‘અલૌકીક અક્ષર ભુવન' તરીકે ઓળખાશે.
આવી પ્રસાદીભૂત જગ્યાં જ્યાં ‘શ્રીજી મહારાજની લિલાઓનો કોઈ પાર નથી', જ્યાંની રજ રજ ‘સ્વામીનારીયણ' નામથી ગુંજે છે ત્યાં વડતાલ વિહારી હરિકળષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ મૂર્તીપ્રતીષ્ઠાને ૨૦૦ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સંપ્રદાયમા સમૈયાઓ અને ઉત્સવોનુ બહુ મોટુ મહત્વ રહ્યુ છે ત્યારે વડતાલ પિઠાધીપતી પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની પ્રેરણાથી અને તેમના માર્ગદર્શન અને સંપ્રદાયના વરિષ્ઠ સંતો- મહંતોના નેજા હઠળ આયોજીત ‘લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ' નુ આયોજન કરાવામા આવ્યુ છે. તા.૭/૧૧/૨૦૨૪ થી ૧૫/૧૧/૨૦૨૪ સુધી ચાલનાર આ દિવ્યાતીત મહોત્સવને રંગ આપવા ૮૦૦ વિઘા જમીનમા ૩૦૦ ફૂટ પહોળા તેમજ ૧૫૦ ફૂટ લાંબા સ્ટેજ પરથી સંપ્રદાયના વિદ્વાન અને હરિભક્તોને કથા-વાર્તા-કિર્તનના રંગે રંગાવ્યા છે એવા સંપ્રદાયના બે મૂળધન્ય સંતો કથાનો લાભ આપશે.
જેમા ઘરસભાના પ્રણેતા હજારો યુવાનોને સંપ્રદાય પ્રતી સમર્પીત બનાવનાર ૫.પૂ. સદગુરૂ નિત્યસ્વરૂપદાસજી સ્વામી ૅસત્સંગીજીવન કથાના વક્તાપદે બિરાજીત થશે તેમજ એ.આઈ. ના સંસોધન પહેલા ૩ડી ટ્ટ એનીમેશન પર ૨ શ્રીજી મહારાજે કરેલી લીલાઓ હરીભક્તો સુધી પહોંચાડનાર ૫.પૂ. સદગુરૂ જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળ) ‘પ્રસાદી મહાત્મયે કથા'ના વક્તાપદે બિરાજશે. ‘આમંત્રણ રથ' થકી સમગ્ર ભારત હવારે ભ્રમણ કરી સંતોએ હરિભક્તોને આમંત્રણ પાઠવ્યુ હતુ (ત્યારે દેશ-વિદેશથી ૫૦૦૦૦ થી વધુ હરીભક્તો ૩૦૦ ફૂટ પહોળા તેમજ હજાર ફૂટ લાંબા સભામંડપમા કથાનુ રસપાન કરશે તેમજ વૈદિક મંત્રોચ્ચારે અને વિદ્વાન બ્રાહ્મણો દ્રૌરા ૧૦૦૮ કુંડી યજ્ઞ નુ વિશાળ યજ્ઞશાળામાં આયોજન કરવામા આવ્યુ છે.
સાથે દરરોજ રાત્રે વિભિન્ન સાંસકળતીક કાર્યક્રમની ઝાંખી કરાવવામા આવશે જે મનોરંજન થી ભરપુર રહેશે જેમા સંપ્રદાયના ૧૦૮ સંગીતજ્ઞ દ્વારા ‘સમુહ કિર્તન' તેમજ ‘સંગિત સંધ્યા' નુ આયોજન કરવામા આવ્યુ છે, જેમા સંપ્રદાયના વિવિધ કિર્તનોને આવરી એક અનોખી સાંજ હરિભક્તોને આપવાનો પ્રયાસ થશે, પંચાળામા સ્વયં શ્રીજી મહારાજ સંતો સાથે ‘રાસોત્સવ' કર્યો હતો ત્યારે ૧૦૦૮ સંતો એક સાથે એક તાલે રાસ રમી ભવ્યતા ઉમેરશે, સાથે વિદ્યાર્થીઓ અને રૂષીકુમારો દ્રારા નળત્ય નાટીકા કરવામા આવશે, ગુજરાતના પ્રખ્યાત સંગીતકારો દ્વારા લાઇવ મ્યુઝિક કોનસર્ટ રાખવામા આવ્યુ છે.
તદ્ઉપરાંત તા.૨૪/૧૦ ના રોજ બાળ સંમેલનનુ આયોજન કરવામા આવ્યુ છે જેમા ૧૧ હજાર બાળકોને શિક્ષણની સાથે આધાત્મીક સમજણ આપી સંસ્કારોનુ સીંચન કરાશે. સંપ્રદાયના મુળઘન્ય સંતો દ્વારા વિવધ વિષયો પર વ્યાખ્યાન માળા, ભારતીય સંસ્કળતિની ધરોહર સમા વૈદ; વેદાંગ શાષાોનુ પવિત્ર બ્રાહ્મણો દ્વારા ૭ દિવસ પારાયણ થશે, પવિત્ર બ્રાહ્મણોને બ્રહ્મભોજન અને સેવારૂપી બ્રહ્મ યોર્યાસી થશે, ૨૦૦ જેટલા પવિત્ર જળ તિર્થોથી દેવોનો ‘ઐતિહાસિક અભિષેક' કરવામા આવશે, સમૂહ મહાપૂજા, રાજોપચાર પૂજન, ધર્મકૂળ પૂજન, સંત દિક્ષા, ગ્રંથ પ્રકાશન, ગૌ પ્રદર્શન, અખંડ ધૂન, મેડિકલ કેમ્પ, પુષ્પદોલોત્સવ, મહિલા મંચ, સમર્પીત ભક્તોનુ સન્માન, ઘનશ્યામ જન્મોત્સવ વિગેરે નુ આયોજન કરવામા આવ્યુ છે.
વિશેષ બાળકો, યુવાનો, વડીલો તેમજ વળધ્ધો સૌ કોઇ મન હળવુ કરી શકે અને જ્ઞાન સાથે ગમત કરી શકે તેવુ ‘ન ભૂતો ન ભવિષ્યતીૅ ૅસાંસ્કળતિક પ્રદર્શન'નુ આયોજન કરવામા આવ્યુ છે જે તા. ૨૩/૧૦ થી ૧૫/૧૧ સુધી લોકોને મનોરંજન આપવા સજ્જ રહેશે જે ૪૦ વિધા જમીનમા ૮ લાખ સ્કવેર ફૂટમા આયોજીત છે અને કુલ ૮ ડોમના આ પ્રદર્શનમા ૧૦૦ ફૂટ લાંબો અને ૩૫ ૩૫ ફૂટ ઉંચો વિશાળ કલાત્મક પ્રવેશદ્વાર રહેશે જે લાખો લોકોને જીવન જીવવાની કળા, દેર્શ પ્રત્યેની નિષ્ઠા, ગુરૂઓની પ્રેરણાથી પોતાના ઇશ્વર પ્રત્યે દ્રઢ શ્રધ્ધા કરાવશે તેમજ પ્રાકળતિક પહાડ, જંગલ, ગુફાઓ અને ૧ લાખથી વધુ વળક્ષ વેલીઓ, ફૂલછોડની વનરાઇઓ વચ્ચે ૩૦ પ્રકારની ટેકનોલોજી થી સજ્જ ૅસાંસ્કળતિક પ્રદર્શનૅ મા લાઇટ એન્ડ સાઉન્ડ શો, ઇલુઝન, સાયન્સ સીટી, ૩૬૦ સ્ક્રીન પર જીવન ઘડતરનું રહસ્ય, આર્ટ ગેલેરી, ગ્લોગાર્ડન, નેચરલ ગુફાઓ, ફલાવર્સ ટ્રેન, એન્જોય પાર્ક, કલાકળતી સાથેના ૯ માર્ગો, ફાઉનટેન, તળાવ, ઝુલતો પુલ વિગેરે આનંદમય સ્થળો રહેશે જે આધ્યાત્મિક મુલ્યોને ઉજાગર કરતુ ભવ્ય પ્રદર્શન રહેશે તેમ જણાવાયું છે. (૯.૩૪)
મહોત્સવનો દૈનિક કાર્યક્રમ
રાજકોટ : તા. ૦૭-૧૧-ર૦ર૪ થી તા. ૧પ-૧૧-ર૦ર૪ કારતક સુદ-૬ થી કારતક સુદ-૧પ દિવ્યથી દિવ્ય ભવ્યથી પૂજનોત્સવ : સવારે પઃ૩૦ થી રાત્રે ૯ (મંદિર પરિસર) (ભાઇઓ માટે- સવારે ૯ થી ૧ર તથા બપોરે ૩ થી ૯/ બહેનો માટે - બપોરે ૧ર થી ૪-૩૦ દૈનિક મહાપૂજા સવારે ૯ થી ૧ર તથા બપોરે ૩ થી ૬ (ઉત્સવ પરિસર), અખંડ ધૂન ર૪ કલાક (ઉત્સવ પરિસર), ૧૦૮ કુંડી શ્રીહરિ યાગ સવારે ૮ થી સાંજે પ (ઉત્સવ પરિસર), અખશ્રંડ મંત્રલેખન, વાંચન, સંકિતન સવારે ૭ થી સાંથે ૭ (ઉત્સવ પરિસર), અખંડ મંત્રલેખન, વાંચન, સંકિર્તન સવારે ૭ થી સાંજે ૭ (ઉત્સવ પરિસર), અખંડ દંડવત-પ્રદક્ષિણા સવારે ૭ થી સાંજે ૭ (મંદિર પરિસર), મેડીકલ કેમ્પ, રકતદાન કેમ્પ સવારે ૮ થી સાંજે ૮ (ઉત્સવ પરિસર)
રાત્રીય સાંસ્કૃતિક કાર્યક્રમ
તા. ૭-૧૧ ગુરૂવાર - સહજઆનંદ (હિતેશ અંટાળા, સુખદેવ ધામેલીયા, અંકિત વાઘાણી), તા. ૮-૧૧- શુક્રવાર- સાંસ્કૃતિક કાર્યક્રમ (મેમનગર ગુરૂકુલ/સલવાવ-વાપી ગુરૂકુલ), તા. ૯-૧૧- શનિવાર- લાઇવ મ્યુઝીક કોન્સર્ટ (હસમુખભાઇ પાટડીયા, અભેસિંહજી રાઠોડ, હેમંતભાઇ જોષી વગેરે), તા. ૧૦-૧૧- રવિવાર - મહિલા મંચ પૂ. ગાદીવાળા તથા સાંખ્યાયોગી બહેનો, તા. ૧૧-૧૧- સોમવાર - લાઇગ મ્યુઝીક કોન્સર્ટ (સુપ્રસિધ્ધ કલાકાર રાજેન્દ્ર પાલા -મુંબઇ) ,તા. ૧ર-૧૧- મંગળવાર - ૧૦૮ સંગીતજ્ઞ સંતો દ્વારા સમુહ કીર્તન -૧૦૦૮ સંતોનો દિવ્ય મહા રાસ, તા. ૧૩-૧૧- બુધવાર - સાંસ્કૃતિક કાર્યક્રમ : સંસ્કૃત પાઠશાળા વડતાલના સંતો ઋષિકુમારો -વડતાલ મંદિર નૃત્યુ નાટિકા-રાજકોટ ગુરૂકુલ, તા. ૧૪-૧૧- ગુરૂવાર - સાંસ્કૃતિક કાર્યક્રમ : વડતાલ કલાકુંજ, હરિનગર વગેરે મંદિરો દ્વારા.
(3:51 PM IST)










