News of Wednesday, 23rd October 2024
કેન્સરના દર્દીઓને જોમ ચડાવતા નાટક ‘કોસેટો'નો શનિવારે સ્પેશ્યલ શો
દર્શન જરીવાલાનો અભિનય : દર્દીઓને વિનામુલ્યે પ્રવેશ

રાજકોટ તા. ૨૩ : મુર્ધન્ય કવિ રમેશ પારેખની વિવિધ કવિતાઓના આધારે નાટકના માધ્યમથી કેન્સરના દર્દીઓ પર હકારાત્મક અસર ઉત્પન્ન કરવાના ઉદેશ્ય સાથે અસરકારક વિષય પરના નાટક ‘કોસેટો' નો એક પ્રયોગ તા. ૨૬ ના શનિવારે રાત્રે ૯ વાગ્યે હેમુગઢવી હોલ ખાતે થનાર છે. પ્રિતેશ સોઢા નિર્મિત અને દિગ્દર્શિત આ ગુજરાતી નાટકમાં જાણીતા અભિનેતા દર્શન જરીવાલા તેમજ સહકલાકારોમાં સેજલ પોન્દા, પ્રિયમ જાની, પુજા ગામી, કવલ શાહ, પરેશ વોરા અભિનય આપશે. નાટક શો ની ટીકીટના દર રૂ.૧૦૦, ૨૦૦, ૩૦૦ છે. પરંતુ કેન્સરના દર્દીઓને વિનામુલ્યે પ્રવેશ અપાશે. વધુ માહીતી માટે મો.૮૮૬૬૨ ૪૭૨૮૨ અથવા મો.૮૮૬૬૨ ૪૧૧૪૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
(4:41 PM IST)










