તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 23rd October 2024
સુરેન્દ્રનગરના મર્ડર-મારમારીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ, તા. ર૩ : સરેન્દ્રનગરના મર્ડર તથા મારમારીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને શાપર -વેરાવળમાંથી રૂરલ એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના મુજબ એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન મુજબ એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે સુરેન્દ્રનગર જીલ્લાના સુરેન્દ્રનગર સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના ખૂનના ગુન્હામાં તથા સુરેન્દ્રનગર સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીનો ગુન્હો કરી વીસ મહિનાથી નાસતા ફરતા દિલીપસિંહ જોરૂભા ઝાલા રહે. દુધરેજ રોડ લક્ષ્મીપરા શેરી નં. ર તા. સુરેન્દ્રનગરને શાપર-વેરાવળમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પકડાયેલી આરોપી સામે સુરેન્દ્રનગરમાં ૧૩ થી વધુ ગુન્હાઓ નોંધાયા છે.
આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એએસઆઇ રવીવેદભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બકોત્રા, વકારભાઇ અરબ, બાલકૃષ્ણ ત્રિવેદી, પો. કોન્સ. પ્રકાશભાઇ પરમાર, મેહુલભાઇ સોનરાજ વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(4:10 PM IST)










