<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

મોટાવડાની શાળાની ઘટના માનવ સહજ, આક્ષેપો સામે સત્‍યતા જુદી : શૈક્ષણિક સંકલન સમિતિ

શિક્ષકો સામે આકરા વલણથી શિક્ષણ પ્રથા બગડશે : તટસ્‍થ ન્‍યાય માટે કલેકટર અને એસ.પી.ને રજુઆત

રાજકોટ તા. ૨૪ : તાજેતરમાં રાજકોટ જિલ્લાના મોટાવડા ગામની શાળાના ધો.૧૧ ના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની ઘટનાને રાજકોટ જિલ્લા અને શહેર શિક્ષણ સંકલન સમિતિના આગેવાનોએ દુઃખદ ગણાવી છે. સાથો સાથ જે બન્‍યુ તે માનવ સહજ હોય શાળા અને શિક્ષકો સામે જે આક્ષેપો થઇ રહ્યા છે તે વધુ પડતા હોવાનું જણાવ્‍યુ છે.આ બાબતે કલેકટર અને જિલ્લા એસ.પી.ને સમિત દ્વારા આવેદનપત્ર પાઠવી બનાવની બીજી બાજુ રજુ કરવામાં આવી છે.શૈક્ષણિક સંકલન સમિતિના આગેવાનોએ જણાવ્‍યુ છે કે વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની ઘટના દુઃખદ છે. તેમના પરિવાર પર જે વીતી તે બાબતે અમો પણ દુઃખ અનુભવીએ છે. પરંતુ હાલ શાળા અને તેના શિક્ષકો સામે જે આક્ષેપો થઇ રહ્યા છે તેની સત્‍યતા પણ તપાસવી જરૂરી છે.

મોટાવડાની શાળા વર્ષ ૨૦૧૧ થી કાર્યરત છે. જેમાં ધો.૯ થી ૧૨ ના ૪ વર્ગો ચાલે છે. આસપાસના ગ્રામીણ વિસ્‍તારના વિદ્યાર્થીઓને અહીં શિક્ષણ સુવિધા મળી રહી છે. જેનાથી આસપાસના ગામ લોકો પણ સંતુષ્‍ટ છે. શાળાનું છેલ્લા વર્ષનું પરિણામ આશરે ૮૦% થી ૧૦૦% સુધીનું શારૂ છે. શાળાનમાં અધ્‍યયન કાર્ય આટલુ શારૂ હોવા છતા કોઇ વિદ્યાર્થી હતાશામાં આવુ પગલુ ભરી લ્‍યે તે દુઃખદ તો ગણાય. પરંતુ જો માત્ર દોષનો ટોપલો શિક્ષકો માથે ઓઢાડીને ચાલવામાં આવશે તો શિક્ષણ પ્રથા કથળી જશે. અન્‍ય શાળાના શિક્ષકો પર પણ તેની અસર થઇ શકે.

આવી પરિસ્‍થિતિમાં ખુબ ગંભીરતા જાળવી સત્‍યતાની તપાસ થવી જોઇએ. જે બન્‍યુ તે બાબતે સૌને દિલગીરી છે. પરંતુ તેની બીજી બાજુ વિચારી શિક્ષકોને પણ યોગ્‍ય દ્રષ્‍ટિથી ન્‍યાય મળવો જોઇએ. તેમ રજુઆતમાં જણાવાયુ છે.તસ્‍વીરમાં વિગતો વર્ણવતા સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષક સંઘના પ્રમુખ અલ્‍પેશભાઇ કપુપરા, ગ્રાન્‍ટેડ ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષક સંઘના પ્રમુખ લીલાભાઇ કડછા, ગુ.રા.માધ્‍યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ એન. આર. વિરડા, સરકારી કર્મચારી મંડળના મહામંત્રી કે. વી. બોરીસાગર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (

(10:57 AM IST)