તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
યુનિવર્સિટી પોલીસ દ્વારા લાઇટ હાઉસ ખાતે ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી' કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા ન્યુ રેસકોર્ષ પાસે લાઇટ હાઉસ સમાર્ટ સીટી ખાતે ‘ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી' મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં રહેવાસીઓને સાયબર ક્રાઇમથી બચવા, શી ટીમ, ટ્રાફિક અવેરનેસ, ૧૦૦ નંબર, સિનીયર સિટીઝન હેલ્પલાઇન નંબર-૧૦૯૬, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન-૧૯૩૦, ગૂડ ટચ બેડ ટચ, માદક પદાર્થોના દૂષણ, નશામુક્તિ સહિતની માહિતી અપાઇ હતી. તેમજ દિવાળીના તહેવારમાં બહારગામ ફરવા જતાં હોય તો દાગીના, રોકડ લોકરમાં કુીને જવા તેમજ પડોશી અથવા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સમજ અપાઇ હતી. લાઇટ હાઉસના રહેવાસીઓ દ્વારા ત્રણ વાત રજૂ કરવામાં આવી અને સામે પોલીસે પણ ત્રણ વાત મુકી દ્વિપક્ષીય સંવાદ કરી પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપી હતી. પોલીસકમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અનુસાર પીઆઇ એમ. જી. વસાવા, પીએસઆઇ એન. કે. પંડયા, પીએસઆઇ ડી. બી. કારેથા, શી ટીમ, સાયબર સ્ક્વોડ તથા અન્ય પોલીસ કર્મચારીઓએ સો જેટલા રહેવાસીઓ મહિલા-પુરૂષો-બાળકોને સમજ આપી હતી.
(2:17 PM IST)










