તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
નિયમિત કસરત-પૌષ્ટીક આહાર વ્યસન મુકત જીવન સાથે યોગ-પ્રાણાયમને નિત્યક્રમનો ભાગ બનાવવો જરૂરી
રાજકોટના આંગણે યોજાયેલ ઐતિહાસિક જીમાકોન- ર૦ર૪માં દેશના ૪ પદ્મશ્રી સહિત નિષ્ણાંત તજજ્ઞ તબીબોનો મતઃ જીમાકોનના આયોજનને તબીબોએ બીરદાવી : ડો. અતુલ પંડયા- ડો. ભરત કાકડીયાના નેતૃત્વમાં યાદગાર આયોજન સંપન્ન

ફોટોલાઈનઃ ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની રાજ્ય કક્ષાની કોન્ફરન્સ જીમાકોન-૨૦૨૪ તાજેતરમાં રાજકોટ ખાતે યોજાઈ હતી તેની તસવીરી ઝલક, ઈન્સેટ તસવીરમાં દેશનાં જાણીતા તબીબો અને રાજકોટ આઈ.એમ.એ.ની ટીમ નજરે પડે છે.
રાજકોટ, તા. રપ : સૌરાષ્ટ્ર તીબીબી જગત માટે ગૌરવરૂપ ઇન્ડીયન મેડીકલ એસોસીએશન-ગુજરાતની ૭૬ મી રાજય કક્ષાની કોન્ફરન્સ જીમાકોન-ર૦ર૪માં પધારેલા ં દેશનાં ચાર પદ્મશ્રી. સહિત તમામ તજજ્ઞો દ્વારા તંદુરસ્ત જીવન માટે રોજ બરોજના જીવનમાં નિયમીત કસરત, પૌષ્ટિક આહાર, તમામ પ્રકારના વ્યસનમાંથી મુક્તી સાથે યોગ-પ્રાણાયામને જીવનનો ભાગ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. ભારતનું તબીબી ક્ષેત્રે વિશ્વકક્ષાએ કયાંય પાછળ નથી, તમામ રોગની અદ્યતન સારવાર આપણે ત્યાં ઉપલબ્ધ છે. દેશભરમાંથી આવેલાં વિવિધ રોગના નામાંક્તિ તબીબોએ રાજ્ય કક્ષાની આ કોન્ફરન્સનું આયોજન રાષ્ટ્રીય કક્ષાનું હોવાનું જણાવી રાજકોટની ટીમની સરાહના કરી હતી.
જીમાકોન-૨૦૨૪ વિવિધ રોગ-સારવાર અને રોગથી બચવાના ઉપાયો પર નિષ્ણાતોના માર્ગદર્શન સાથે સંપન્ન થઈ છે. દેશ-વિદેશથી કોન્ફરન્સમાં પધારેલાં વિવિધ રોગના નિષ્ણાત ફેકલ્ટી દ્વારા વર્તમાન જીવનશૈલીનાં કારણે વધતા જતાં હદયરોગ, કેન્સર, મેદસ્વીતા, ડિપ્રેશન વગેરે રોગ અને તેની અદ્યતન સારવાર વિષે વિસ્તળત માર્ગદર્શન આપવા સાથે આ બધાથી બચવા આપણે શું કરવું જોઈએ એ વિશે ખૂબ જ ઉપયોગ માહિતી શેર કરવામાં આવી હતી, એમ જીમાકોન-૨૦૨૪ના ચેરમેન જાણીતા પેથોલોજીસ્ટ ડૉ. અતુલ પંડયા અને ગુજરાત-આઈ.એમ.એ.ના પ્રમુખડૉ. ભરતકાકડીયાએ જણાવ્યું હતું. જીમાકોન-૨૦૨૪માં તંદુરસ્ત સમાજની રચનાના ધ્યેય સાચે જીવનશૈલી સંબંધી રોગ અને તેની સારવાર પર ભાર મુકયો હતો. દેશ-વિદેશનાં વિવિધ રોગનાં નિષ્ણાત -અનુભવી તબીબો કોન્ફરન્સમાં પધાર્યા હતાં અને તેમના જ્ઞાનનો લાભ ઉપસ્થિત તબીબોને મળ્યો હતો.
નિયમીત ચાલો અને પર્યાવરણનું ધ્યાન રાખોઃ પદ્મશ્રી ડૉ. રણદીપ ગુલેરીયા
કોરોના કાળમાં રોજ વિવિધ માધ્યમો દ્વારા લોકોને અને તબીબોને પુરતી માહિતી માર્ગદર્શન આપી. તનાવ મુક્ત કરવામાં મહત્વની કામગીરી કરનાર પદ્મશ્રી ડૉ. રણદીપ ગુલેરીયા ફેફસાના રોગના નિષ્ણાત તબીબ છે. તેમણે જણાવ્યા અનુસાર ભારતમાં ફેફસાના રોગ વધ્યા છે એ માટે વધતા જતાં વાહનો, હવામાં પ્રદુષણ, વ્યસનો અને પર્યાવરણમાં અસંતુલન મુખ્ય છે. વાતાવરણમાં ભયંકર પ્રદુષણના કારણે લોકોને ફેફસાને લગતી અનેક તકલીફો જોવા મળે છે. ફેકસા મજબુત રહે એ માટે લોકોએ નિયમીત ચાલવુ, દોડવુ કે સ્વીમીંગ જેવી કસરત કરવી જોઈએ. વાતાવરણમાં પ્રદુષણ ઓછુ થાય એ માટે પર્યાવરણનું સંતુલન જળવાઈ એ જરૂરી છે. વધુ વળક્ષો વાવો, વાહનનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ.
ડો. અનિલ નાયક
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-નવી દિલ્હી હેડ ક્વાર્ટરના રાષ્ટ્રીય સેક્રેટરી અને આગામી વર્ષ માટેના પ્રમુખ ડૉ. અનિલ નાયકે જણાવ્યું હતું કે ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટમાં હરીયાણા, યુ.પી., કર્ણાટક રાજ્યમાં કરવામાં આવેલાં સુધારાનો અભ્યાસ કરી ગુજરાતમાં પણ યોગ્ય સુધારા કરવા જરૂરી છે. , આ એક્ટ હેઠળ તબીબી રજીસ્ટ્રેશન કરાવે પણ ૫૦ બેડથી નાની હોસ્પિટલ, જનરલ પ્રેક્ટીશનર કે નાના કલીનીક ધરાવતા તબીબોને અમુક જોગવાઈમાંથી મુક્તિ આપવી જોઈએ. તેમણે આરોગ્ય ક્ષેત્રે હવે મહિલાઓનું સંખ્યા સારી એવી વધતી જાય છે ત્યારે મહિલા કર્મચારીઓ માટે અલાયદો રેસ્ટ રૂમ અને ટોઈલેટ બ્લોકનું સુવિધા સરકાર કરે એવી માગણી કરી છે. આ ઉપરાંત તબીબો પર હુમલાના બનાવ સામે રક્ષણ મળે એ માટે કાયદો છે પણ એમાં કેરલ અને કર્ણાટકના કાયદાનો અભ્યાસ. કરી વધુ કડક બનાવે અને યોગ્ય અમલ કરાવે એવી સરકાર પાસે માગણી કરી છે.
વ્યસન-શ્રમનો અભાવ અને હવામાં પ્રદુષણના કારણે હૃદયરોગના કેસ વધ્યા છે : ડો.સત્યવાન શર્મા
મુંબઈના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉ. સત્યવાન શર્માએ જણાવ્યુ હતું કે, ભારતમાં વિવિધ પ્રકારના તમાકુના વ્યસન, ડ્રગ્સના વ્યસન, શારિરીક કસરતનો અભાવ, અયોગ્ય ખાનપાન અને ખાસ તો હવામાં વધતાં જતાં પ્રદુષણના કારણે ભારતમાં હૃદય રોગનું જોખમ વધ્યુ છે. બ્લડ પ્રેસર, ડાયાબીટીસ વગેરેના કેસ વધ્યા છે એ બધા પર હૃદયરોગનું જોખમ રહે છે. પહેલાનાં જમાનામાં આપણી જીવન શૈલીમાં શારિરીક શ્રમ એ જીવનનો એક ભાગ હતો, શાળાએ, ધંઘાના સ્થળે કે આસપાસમાં બધા ચાલીને જતાં, સાંજના સમયે ગામના તળાવે કે મંદિરે લોકો ચાલીને જતાં તેમજ ઘરકામમાં પણ મહિલાઓને સારી એવી કસરત થઈ જતી તેના સ્થાને હવે ચાલવાનું મોટા ભાગે બંધ થઈ ગયુ છે અને ઘરકામ માટે પણ નોકર ચાકરનું ચલણ વધ્યુ છે. પરીણામે આપણા દૈનિક કમમાં શારિરીક કસરત રહી નથી સામે ખાનપાનમાં આપણે ધ્યાન રાખતાં નથી જેથી હદય રોગના કેસ વધતા જાય છે.
વાતાવરણ પ્રમાણે યોગ્ય રીસર્ચ થવા જોઈએ : પદ્મશ્રી કે. કે. શેટ્ટી
જાણીતા કાર્ડિયોલોજીસ્ટ પદ્મશ્રી ડૉ. કે. કે. શેટ્ટી એ જણાવ્યું હતુંકે આપણે ત્યાં હ્રદય રોગના દર્દી વધ્યા છે સામે હાર્ટ સર્જરી ક્ષેત્રે વિકાસ થયો છે પણ હજુ સર્જરી ક્ષેત્રે કવોલીટી વધુ સુધરે એ જરૂરી છે. રોગ વિશ્વમાં બધે સરખા લક્ષણો ધરાવતા હોય છે પણ ભારત માટે દરેક રોગ વિશે સ્પેશીફીક રીસર્ચ થાય એ માટે સરકાર અને વિવિધ યુનિવર્સીટીના તજજ્ઞોની એક થીંક ટેન્ક બનાવવી જોઈએ એ વાત કરતાં કહ્યું કે આપણે ત્યાં પ્રાથમિક શિક્ષણ અને પ્રાઈમરી હેલ્થ કેર સિસ્ટમમાં સુધારા કરી મજબુત બનાવવી જોઈએ. શિક્ષકોની ગુણવતા ઉચ્ચ કક્ષાની હોય તો તે વિદ્યાર્થીઓની શક્તિ પારખી નાનપણથી જ યોગ્ય દિશામાં તાલીમ આપે તો દેશને અનેક સારા તબીબ, રીસર્ચર, પ્રોફેશ્નલ મળી શકે. તેમણે મહિલાઓમાં શિક્ષણ વધારવા પર ભારત મુક્તાં કહ્યુંકે બાળકના ઘડતર માં માનો બહુ મોટો ફોળો હોય છે. તેમણે ફાર્મા ક્ષેત્રે ભારતે ઘણી પ્રગતિ કરી છે અને આપણી અનેક દવાઓ ઘણા બધા દેશમાં નિકાસ થાય છે પણ હજુ હદયની સર્જરી માટેના વિવિધ ઈમ્પ્લાન્ટ, વાલ્વ વગેરેમાં ક્વોલીટીમાં ઘણા સુધારા જરૂરી હોવાનું કહ્યું છે. દર્દી અને તબીબ વચ્ચે પારિવારીક વાતાવરણ સાથે ભરોસો મહત્વનો છે .
પૌરાણીક ગ્રંથોમાં અઢળક માહિતી છે તેના પર રીસર્ચ ચાલે છેઃ પદ્મશ્રી ડૉ. શશાંક જોશી જાણીતા એન્ડોકોનોલોજીસ્ટ પદ્મશ્રી ડૉ. શશાંક જોશી એ વર્તમાન સમયમાં તબીબો અને દર્દી વચ્ચે પારિવારીક વાતાવરણમાં સારો સંવાદ થાય અને દર્દી પણ ડોક્ટર પર ભરોસો રાખે એ જરૂરી હોવાનું જણાવી દરેક દર્દી પ્રમાણે તબીબે તેના માટે યોગ્ય સારવાર, ડાયટ પ્લાન આપવા જોઈએ એમ કહ્યું હતું. તેમના મતે દર સો કિલોમીટરે આપણે ત્યાં ખાન પાનની પધ્ધતિ બદલાતી જોવા મળે છે, તબીબે એ પ્રમાણે ધ્યાન રાખી, અભ્યાસ કરી જે તે દર્દીને ડાયટ પ્લાન આપવા જોઈએ. તેમણે ચરક સંહિતા, વેદ, આયુર્વેદ શાષા અને પુરાણોમાં વિવિધ રોગ માટે ખૂબ ઉપયોગી સારવાર ઉપલબ્ધ છે એમ જણાવી આ બધા સાથે વર્તમાન એલોપેથીક દવાનુ મિશ્રણ કરી સારામાં સારી દવા ઉપલબ્ધ બને એ માટે તેઓ રીસર્ચ કરી રહ્યા છે અને લોકોને પુરાણો સાથે
વર્તમાન સાયન્સનુ મિશ્રણ ઉપયોગી થશે એવુ માને છે. તેમના મતે આપણી ધાર્મિક માન્યતાઓ, ઉપવાસ વગેરે પણ સાયન્ટીફીકલી અભ્યાસના વિષય છે. ડોક્ટરો ગ્રુપ પ્રેક્ટીસ દ્વારા દર્દીને વધુ સારી અને વ્યાજબી સારવાર સાથે પોતાના માટે પણ આર્થિક ઉપાર્જન કરી શકે
ડૉ. કેયુર પરીખ
અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉ. કેયુર પરીખે ડોક્ટરોને ગ્રુપ પ્રેક્ટીસ કરવા સલાહ આપતાં કહ્યું કે આનાથી આપણે સમાજને સારી અને વ્યાજબી સારવાર આપી શકીશુ. સાથે સાથે ડોક્ટર આર્થીક રીતે મજબુત બનશે જે જીવન માટે જરૂરી છે. તેમણે વિદેશોમાં દર્દી ને પ્રાથમીકતા આપવામાં આવતી હોવાનું જણાવી આપણે ત્યાં પણ ધીરે ધીરે દર્દી ને સારામાં સારી સારવાર મળે એ બાબત સરકાર અને તબીબો વિચારતા થયા છે એ આવકારદાયક છે.
તંદુરસ્તી માટે અથાક પરીશ્રમનો
વિકલ્પ નથીઃ ડૉ. અનિલ જૈન
અમદાવાદના જાણીતા કાર્ડિયાક સર્જન ડૉ. અનિલ જૈને જણાવ્યું હતું કે માણસે તંદુરસ્ત રહેવા અથાક પરીશ્રમ કરવો જરૂરી છે. દરરોજ ૪૫ થી ૬૦ મિનિટ ચાલવુ, દોડવુ, સ્વીમીંગ કસરત ફરજીયાત પણે કરવી જોઈએ. ખાનપાનમાં પૌષ્ટીક ખોરાક સાચે પુરતી ઉંઘ લેવી જરૂરી છે. ગુજરાતમાં કાર્ડિયાક સર્જરી થાય છે એ વિશ્વકક્ષાએ ચતી સર્જરી જેટલી જ અદ્યતન છે અને પ્રમાણમાં વ્યાજબી ભાવે અને તાત્કાલીક અહીં હદય રોગની તમામ સારવાર ઉપલબ્ધ છે.
ગુજરાત આઈ. એમ. એ. ના પ્રેસીડન્ટ ડૉ. ભરત કાકડીયા, સેક્રેટરી ડૉ. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડૉ. ભાવેશ સચદે. જીમાકોન-૨૦૨૪ના ચેરમેન ડૉ. અતુલ પંડ્યા, કોન્ફરન્સ કો.ઓર્ડીનેટર ડૉ. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડૉ. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડૉ. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઇવેન્ટ) ડૉ. પારસ શાહ, રાજકોટ આઈ. એમ.એ. ના પ્રમુખ ડૉ. કાંત જોગાણી, સેક્રેટરી ડૉ. અમીષ મહેતા, જીમાકોન-૨૦૨૪ના કો. ચેરમેન ડૉ. એમ. કે. કોરવાડીયા, ડૉ.હિરેન કોઠારી, ડૉ. દિપેન ભલાણી, સાયન્ટીફીક કમીટી ચેરમેન ડૉ. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડૉ. તેજસ કરમટા, સોવેનિયર એડીટર ડૉ. જય ધીરવાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રફુલ કામાણી, ડૉ. રૂકેશ ઘોડાસરા, ડૉ. સંજય ટીલાળા, જોઈન્ટ ટ્રેઝરર ડૉ. પિયુષ ઉનડકટ, ડૉ. જયેશ ડોબરીયા, રાજકોટના વરીષ્ઠ તબીબો ડૉ. એસ. ટી. હેમાણી, ડૉ. સી. આર. બાલધા, ડૉ. ડી. કે. શાહ, ડૉ. સુશિલકારીઆ, ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત હતી.
જીમાકોન-૨૪ ના સફળ આયોજન માટે રીશેપ્શન કમીટીના ચેરમેન ડૉ. ડી. કે. શાહ, સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડૉ. અમીત અગ્રાવત, સુવેનિયર કમીટીના ચેરમેન ડૉ. જય ધીરવાણી, ઓડિયો વિઝ્યુઅલ કમીટીના ચેરમેન ડૉ. મિહિર તન્ના, ઈનોગ્રેશન ફંક્શન કમીટીના ચેરમેન ડૉ. અમીત હપાણી, ફાયનાન્સ કમીટીના ચેરમેન ડૉ. મયંક ઠક્કર, વેન્યુ અને સ્ટોલ કમીટીના ચેરમેનડૉ. સંકલ્પ વણઝારા, એન્ટરટેઈનમેન્ટ કમીટીના ચેરમેનડૉ. નિતિન લાલ, હોલ મેનેજમેન્ટ કમીટીના ચેરમેનડૉ. વિજય નાગ્રેચા, સ્પાઉસપ્રોગ્રામ કમીટીના ચેરમેન ડૉ. સ્વાતિબેન પોપટ, રજીસ્ટ્રેશન કમીટીના ચેરમેન ડૉ. રશ્મી ઉપાધ્યાય. એકોમોડેશન અને ટ્રાન્સપોર્ટ કમીટીના ચેરમેન ડૉ. નિતીન ટોલીયા. ફૂડ એન્ડ બેવરેજીસ કમીટીના ચેરમેન ડૉ. કમલેશ કાલરીયા, કીટ એન્ડ મેમેન્ટો કમીટીના ચેરમેન ડૉ. દેવેન્દ્ર રાખોલીયા, એસ.ડબલ્યુ.સી. કમીટીના ચેરમેનડૉ. વી. બી. કાસુન્દ્રાની આગેવાની હેઠળ વિવિધ કમીટીમાં તબીબોની ટીમ કાર્યરત હતી.

રાજકોટ (સૌરાષ્ટ્ર) અને સુરત ફૂડ કેપીટલ હોવાથી ત્યાં હૃદય રોગનું જોખમ વધુ : ડો. તેજસ પટેલ
રાજકોટ : દેશના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ પદ્મશ્રીભૂષણ તેજસ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને સુરત બને વિસ્તારકુડ કેપિટલ જેવા છે. લોકો તળેલુ મિઠાઈ વધારે પ્રમાણમાં લે છે સામે કસરતનો અભાવ જોવા મળે છે એટલે ત્યાં હદયરોગનું જોખમ વધુ છે. તેમના મતે કોરોના બાદ લોકો થોડા જાગળત બન્યા હોવાથી અને હવે નિદાન વધુ થતાં હોવાથી હદય રોગના કેસ વધુ જોવા મળે છે. વાલ્વ લીંકેજ, ઈન્ફેક્શન અને ઘણીવાર કોઈ કારણ ખબર પડયા. વગર અચાનક હાર્ટ ફેઈલના કેસ જોવા મળે છે. નાની ઉંમરના હાર્ટ ફેલના દરેક કેસમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો સાચુ કારણ જાણી શકાય છે. અને વારસાગત કોઈ તકલીફ હોય તો પરિવારના અન્ય સભ્યોના વિવિધ ટેસ્ટ કરી તેના પર હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય છે.
(2:24 PM IST)










