તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
કોઠારીયામાં ડીમોલીશનઃ ગૌશાળા-ઢોરવાડાનું દબાણ દૂર કરાયું: ૧ કરોડની જમીન ખૂલ્લી
તાલુકા મામલતદારનું ઓપરેશનઃ હજુ અનેકને નોટીસો અપાઇઃ દિવાળી બાદ મોટું ઓપરેશન

રાજકોટ તા. રપઃ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીની સુચના બાદ તાલુકા મામલતદાર શ્રી મકવાણા, દબાણના નાયબ મામલતદાર રઘુવીરસિંહ વાઘેલા તથા સ્ટાફે ગઇકાલે બુલડોઝર ફેરવી દઇ ૧ કરોડની જમીન ખુલ્લી કરાઇ હતી.
કોઠારીયા ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૩પર પૈકીની અંદાજિત ૧ર૦૦ ચો.મી. જમીનમાં ગૌશાળા તથા ઢોરવાડાનું દબાણ થયેલ, જે દબાણ પોલીસ બંદોબસ્તન સાથે દૂર કરવામાં આવેલ હતું. આ સરકારી જમીનની બજાર કિંમત આશરે એક કરોડ જેટલી થાય છે, આ દબાણ દૂર કર્યા બાદ કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે, હજુ અનેકને નોટીસો ફટકારાઇ છે, આવતા અઠવાડિયે અથવા તો દિવાળી બાદ કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવવા તંત્રે તૈયારીઓ કરી છે. (૭.૩પ)
(2:37 PM IST)










