<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

સમલૈંગીક સંબંધના બહાને મળવા બોલાવી યુવાનને લૂંટી લેનાર બે જામનગરી ઝડપાયા

યુનિવર્સિટી પીઆઇ એમ. જી. વસાવા, પીએસઆઇ કારેથા, રઘુભા વાળા અને ટીમે પ્ર્રતિકગીરી અને રાજદિપગીરીને હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૫: શહેરના એક યુવાનને મુંજકા ચોકડી તરફ જતાં અવવારૂ મેદાનમાં સમલૈંગીક સંબંધ બાંધવાના બહાને બોલાવી બે શખ્‍સોએ માર મારી તેની પાસેનો રૂા. ૧૦ હજારનો મોબાઇલ ફોન તથા રૂા. એક હજાર રોકડા લૂંટી લીધા હતાં. આ ગુનાનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલી જામનગરના બે શખ્‍સોને દબોચી લીધા છે.

ગોકુલધામ સોસાયટી રોડ આરએમસી ક્‍વાર્ટરમાં રહેતો મુળ કાલાવડના ખરેડીનો ત્રેવીસ વર્ષનો યુવાન ઋત્‍વીક દામજીભાઇ કોઠીયા ગત વીસમીએ નોકરી પર હતો ત્‍યારે એપ્‍લીકેશન મારફત તેને એક ફોન આવ્‍યો હતો અને સમલૈંગીક સંબંધ બાંધવાની વાત કરતાં તેણે હા પાડતાં તેને બસ સ્‍ટેશન પાસે બોલાવાયો હતો. તે ત્‍યાં જતાં બે શખ્‍સ હાજર હોઇ તેને કટારીયા ચોકડથી મુંજકા ચોકડી તરફના રસ્‍તે અવાવરૂ જગ્‍યાએ લઇ જઇ માર મારી રોકડ, મોબાઇલ લૂંટી લેવાયા હતાં. આ લૂંટનો ગુનો  ગણતરીના દિવસોમાં ઉકેલાયો છે. પોલીસે  આ ગુનામાં જામનગર ફાટક પાસે ચેમ્‍બર કોલનોીમાં રહેતાં પ્રતિકગીરી ઉર્ફ રૂદ્ર દોલતગીરી ગોસ્‍વામી (ઉ.વ.૨૨) અને જામનગર ખોડિયાર કોલોની મેઇન રોડ પ્રગતી પાર્ક-૨માં રહેતાં રાજદિપગીરી પ્રવિણગીરી ગોસ્‍વામી (ઉ.વ.૨૪)ને યુનિવર્સિટીના હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજાની બાતમી પરથી નવા ૧૫૦ રીંગ રોડ પરથી પકડી લેવાયા છે. પ્રતિકગીરી ઉર્ફ રૂદ્ર અગાઉ જામનગરમાં દારૂના ગુનામાં પકડાયો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એમ. જી. વસાવા, પીએસઆઇ ડી. બી. કારેથા, હેડકોનસ. રઘુવીરસિંહ વાળા, વિરેન્‍દ્રસિંહ ઝાલા,  મહિપાલસિંહ જાડેજા, વિજુભા જાડજા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસ્‍ંિહ જાડેજા, દિવ્‍યરાજસિંહજાડેજાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલા બંનેની વિશેષ તપાસ થઇ રહી છે.

(2:39 PM IST)