<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

રાષ્‍ટ્રીય શાળામાં ફ્રી સાડી લાયબ્રેરીઃ કાલે ઉદ્‌ઘાટન

પ્રસંગો માટે ‘અનમોલ ફાઉન્‍ડેશન સાડી લાયબ્રેરી' માં ફ્રીમાં સાડી લઇ જાવ અને તમારો પ્રસંગ પૂરો થયા બાદ સાડી પરત આપી જાવઃ બહેનો દ્વારા સંચાલીત અનમોલ ફાઉન્‍ડેશનનું નવતર અભિયાન

રાજકોટ : ‘અનમોલ ફાઉન્‍ડેશન' દ્વારા (સર્જન ફાઉન્‍ડેશન અને રાષ્‍ટ્રીય શાળા)ના સહયોગથી એક અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે.

રાજકોટની સંસ્‍થા કે જે ફકત બહેનો માટે કાર્ય કરે છે. અનમોલ ફાઉન્‍ડેશન તથા તેમની બહેનોની ટીમ ૭૦ થી પણ વધુ નિત-નવી ફેશનેબલ સાડીઓ ભેગી કરીને (સાડી કલેકશન) આગામી દિવસોમાં દિવાળી કે લગ્ન પ્રસંગની સીઝનમાં મહિલાઓને વિવિધ પ્રાંત કે રાજયની આધુનિક સાડી પહેરવા મળે તે માટે પોતાની મનગમતી સાડી ‘અનમોલ ફાઉન્‍ડેશન સાડી લાયબ્રેરી' માંથી નિઃશુલ્‍ક લઇ અને પ્રસંગોમાં પહેરી પ્રસંગની ઉજવણી કરીને પરત આપી જાય તેવું અદ્‌્‌ભુત અને અનેરૂ આયોજન બહેનો દ્વારા કરેલ છે.

રાજકોટમાં રહેતી કોઇપણ બહેનો કોઇપણ નાત-જાતના ભેદભાવ વગર સાડી લાયબ્રેરી - કલેકશન સેન્‍ટર ઉપર રૂબરૂ આવી તેમની મનપસંદ સાડી લઇ જઇ શકે છે અને પ્રસંગ પૂર્ણ થયે બે દિવસમાં પરત આપી જવાનું રહેશે.

સાડી લાયબ્રેરી વિશે વિશેષ માહિતી આપતા સીમાબેન અગ્રવાલ, સરોજબેન અગ્રવાલ અને તેમની સખી મંડળે વધુ વિગત આપતા જણાવ્‍યું હતું કે અમારો ઉદેશ મહિલાઓને ખોટા ખર્ચમાંથી દુર રાખી પ્રસંગો ઉજવવાનો આશય છે. નિઃશુલ્‍ક સાડી લેવા આવનાર બહેનોએ તેમનું આધાર કાર્ડ તેમજ એક હજાર ડીપોઝીટ જમા કરાવવાના રહેશે. જે ડીપોઝીટ તથા આધારકાર્ડ સાડી જમા થયા બાદ તેમને પરત આપવામાં આવશે.

સર્જન ફાઉન્‍ડેશનના પ્રમુખ સુરેશ પરમાર અને રાષ્‍ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી જીતુભાઇ ભટ્ટના સહયોગથી યોજાનાર કાર્યક્રમ તા. ર૬ ને શનીવારે સમાજ શ્રેષ્‍ઠીઓની ઉપસ્‍થિતીમાં સાંજે ૪ કલાકે રાષ્‍ટ્રીય શાળાના મધ્‍યસ્‍થ હોલમાં સાડી પ્રદર્શન તથા ઉદઘાટન રાખેલ છે.

તસ્‍વીરમાં સીમાબેન અગ્રવાલ (મો. ૮ર૬૪૦ ૮૩૮૮ર) , સરોજબેન અગ્રવાલ (મો. ૭૦૪૩૪ ર૪૯૦૪), દેવયાનીબેન રાવલ, ભાવનાબેન ચતવાણી, આશાબેન ભટ્ટી, ભારતીબેન પંડયા, હર્ષાબેન કનોજીયા, અરૂણાબેન પારસમપુતા, લીલનાબેન શેઠ, મનિષાબેન કીટી, રંજુબેન ડોડીયા, સાવિત્રીબેન યાદવ, શિવાલીબેન સરાફ, સોનલબેન સોમૈયા, સોનાલીબેન સોલંકી, વૃંદાબેન પટેલ, વિનિતાબેન કેજરીવાલ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:17 PM IST)