તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
રવિવારથી ‘કોહીરા લકઝરી ડાયમંડ શો રૂમ'નો પ્રારંભઃ ત્રણ દિ'નું ઇનોગ્રેશન
ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાની વિશેષ ઉપસ્થિતિઃ મહાનુભાવો પણ હાજરી આપશેઃ લેબગ્રોન ડાયમંડ જવેલરીની વિશાળ શ્રેણી ઉપલબ્ધ : દિવાળી પર્વે વિશેષ ઓફર : કૃષ્ણકાંત રૂપારેલીયા

રાજકોટ : અહિંના ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર બિગ બઝારની સામે ધ ઇમ્પેરીયલ હાઇટસ ૧૦૭ ખાતે ‘કોહીરા લકઝરી ડાયમંડ શો રૂમ' નો તા. ર૭ના રવિવારથી શુભારંભ થઇ રહયો છે.
શો રૂમના પ્રારંભ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આર.સી.ફળદુ, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, મંત્રી ભાનુબેન બાબરીયા, માંધાતાસિંહજી જાડેજા, અતુલભાઇ શેઠ, મુકેશભાઇ શેઠ, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, રમેશભાઇ રૂપાપરા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ તેમજ જુનાગઢથી ડોલરભાઇ કોટેચા, ગિરીશભાઇ કોટેચા, વનરાજસિંહ રાયઝાદા, નટુભાઇ ચોકસી, પૂ. ઇન્દ્રભારતી બાપુ, નિલેશભાઇ ધુલેશીયા, ચેતનભાઇ ફળદુ, મહેન્દ્રભાઇ મશરૂ, કુલપતિ શ્રી ચોવટીયા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, મનુભાઇ પટેલીયા સહિતના મહાનુભાવો હાજરી આપશે.
આ પ્રસંગે ફિલ્મ છેલ્લો દિવસ ફેઇમ ગુજરાતી કલાકાર જાનકી બોડીવાલા વિશેષ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત કોહીરા કંપનીના માલીક વિજયભાઇ કોટક અને હિરેનભાઇ કોટક ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવશે.
કોહીરા લકઝરી ડાયમંડ શો રૂમના ઓનર કૃષ્ણકાંતભાઇ, રૂપારેલીયાએ જણાવેલ કે શો રૂમના પ્રારંભ પ્રસંગે તા. ર૭, ર૮, ર૯ ઓકટોબર એમ ત્રણ દિવસ ઇનોગ્રેશન ચાલશે. શો-રૂમના એક મહિના દરમ્યાન રપ હજારની ખરીદી ઉપર કૂપન આપવામાં આવશે. જેમાં લકકી ડ્રો થશે. આ ઉપરાંત દિવાળી પર્વ નિમિતે ગ્રાહકને ખરીદી ઉપર ચાંદીનો સિકકો ભેટમાં આપવામાં આવશે.
કોહીરા દ્વારા લેબગ્રોન ડાયમંડની જવેલરી બનાવવામાં આવે છે અને અહીંના શો-રૂમમાં ગ્રાહકોને પેન્ડેન્ટ, રીંગ, નેકલેસ, પેન્ડલ, બ્રેસલેટ સહિતની વિશાળ જવેલરી મળી રહેશે.
રૂપારેલીયા પરિવારના નવા સાહસ રૂપે શો-રૂમના ઓનર કૃષ્ણકાંતભાઇ રૂપારેલીયા મો. ૯૮૯૮૪ ૪૭૩૬૬ અને તેમના સુપુત્રો હિમાંશુ અને જયમીન ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:28 PM IST)










