<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

દિવાળી પર્વમાં રાજકોટ મુખ્‍ય યાર્ડ ૩૦ ઓકટોથી ૫ નવે. સુધી બંધ રહેશે

શાકભાજી વિભાગ ૧થી૫ નવે., બટેટા વિભાગ ૧ થી ૪ નવે. ડુંગળી વિભાગ ૩૦ ઓકટો.થી પ નવે. અને ઘાસચારા વિભાગ ૩૧ ઓકટો.થી ૪ નવે. સુધી બંધ રહેશે

રાજકોટ તા.રપઃ દિવાળી તથા નુતનવર્ષના તહેવાર નિમિતે માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણનું હરરાજીનું કામકાજ બંધ રહેનાર હોય. મુખ્‍યગાર્ડ-બેડી તા.૩૦/૧૦ થી ૦૫/૧૧/૨૦૨૪ સધી, શાકભાજી વિભાગ- સબયાર્ડ તા.૦૧/૧૧ થી ૦૫/૧૧/૨૦૨૪ સુધી, બટેટા વિભાગ- સબયાર્ડ તા.૦૧/૧૧ થી ૦૪/૧૧/૨૦૨૪ સુધી, ડુંગળી વિભાગ- સબયાર્ડ તા.૩૦/૧૦થી ૦૫/૧૧/૨૦૨૪ સુધી અને ઘાસચારા વિભાગ- સબયાર્ડ તા.૩૧/૧૦ થી ૦૪/૧૧/૨૦૨૪ બંધ રહેશે.

સદરહું દિવસો દરમ્‍યાન ખેડુતોએ યાર્ડમાં માલ નહી લાવવા યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીની યાદીમાં જણાવેલ છે

(4:00 PM IST)