<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

રાજકોટ જીલ્લામાં અસરગ્રસ્‍ત ખેડૂતો માટે ખાસ કૃષિ રાહત પેકેજઃ ૩૧ ઓકટો. સુધીમાં અરજી કરો

 

રાજકોટ તા. ૨૮: રાજકોટ જિલ્લામાં ઓગસ્‍ટ માસમાં થયેલ ભારે વરસાદથી કળષિ પાકોને થયેલ નુકસાન અંગે રાજ્‍ય સરકાર દ્વારા રાજકોટ, પડધરી, જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ગોંડલ, કોટડાસાંગાણી અને લોધિકા તાલુકામાં ‘ખાસ કળષિ રાહત પેકેજ- ૨૦૨૪' જાહેર કરવામાં આવ્‍યું છે.

‘ખાસ કળષિ રાહત પેકેજ'નો લાભ લેવા માટે ૩૩% કે તેથી વધુ પાક નુકસાની હોય તેવા ખેડૂત ખાતેદારોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ્‍ય કક્ષાએ વી.સી.ઈ મારફત ગામનો નમુનો ૮-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા ૭/૧૨, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ (આઇએફએસસી કોડ સાથે), સંયુક્‍ત ખાતા ધારકે સંમતિ પત્રક/ કબૂલાતનામું જેવા સાધનિક કાગળો સાથે તા. ૩૧/૧૦/૨૦૨૪ સુધીમાં ઓનલાઇન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તળપ્તિ પટેલની યાદીમાં ઉમેરાયું છે. 

(12:10 PM IST)