<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

કાલે મતદાર યાદીના-મુસદ્દાની પ્રસિધ્‍ધિઃ ૨૮ નવેમ્‍બર સુધી હક્કદાવા-વાંધા અરજી રજૂ કરવા અપીલ

ખાસ સંક્ષિપ્‍ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેરઃ ૬ જાન્‍યુઆરીએ આખરી પ્રસિધ્‍ધિ

રાજકોટ તા. ૨૮: ભારતના ચૂંટણીપંચે તા.૧ જાન્‍યુઆરી ૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે.

રાજકોટના અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયા પ્રમાણે, સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ તા.૨૯મી ઓક્‍ટોબરે થશે. એ પછી હક્ક-દાવા વાંધા અરજીઓ તા. ૨૯ ઓક્‍ટો.થી ૨૮મી નવેમ્‍બર દરમિયાન રજૂ કરી શકાશે. એ પછી ખાસ ઝુંબેશ તા. ૧૭ નવેમ્‍બર ને રવિવાર, ૨૩ નવેમ્‍બર ને શનિવાર તથા ૨૪ નવેમ્‍બર ને રવિવારે યોજાશે. ત્‍યારબાદ ૨૪મી ડિસેમ્‍બર ને મંગળવાર સુધીમાં હક્ક-દાવા વાંધા અરજીઓનો નિકાલ કરાશે.

૧ જાન્‍યુઆરી ૨૦૨૫ સુધીમાં મતદાર યાદીના હેલ્‍થ પેરામીટરની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવાશે. તા. ૬ જાન્‍યુઆરી ૨૦૨૫ ને સોમવારે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થશે.

(12:12 PM IST)