<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

આગામી તા. ૩૦ થી ર નવેમ્‍બર દરમિયાન ભારે માવઠાની કોઇ શકયતા નથી : દક્ષિણ પૂર્વ સૌરાષ્‍ટ્રમાં એકલ-દોકલ સ્‍થળે છાંટછૂટ થશે

પ નવેમ્‍બર સુધી તાપમાન સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં ૩૩ થી ૩૯ ડીગ્રીની રેન્‍જમાં રહેશે :કડકડતી ઠંડી માટે નવેમ્‍બર એન્‍ડ સુધી રાહ જોવી પડે : ૩૧ તારીખ સુધી અનેક સ્‍થળે ઝાકળ થશે : ગૌરવ રાણીંગા

રાજકોટ, તા. ર૮ : જાણીતા હવામાન વિશ્વલેષકશ્રી ગૌરવ રાણીંગા એ ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું કે,  આપણે ખૂબ અગાઉથી જ દાના વાવાઝોડું ગુજરાતને અસર કરશે તેવી મતલબની આગાહીઓ અને અફવાઓનું ખંડન કરતા આવું થવાની શકયતા નથી તેમ કહ્યું હતું તે મુજબ હવે દાના વાવાઝોડું ઓરિસ્‍સા કાંઠે ત્રાટકયા બાદ નબળું પડી હવે અપર એર સાયક્‍લોનિક સર્કયુલેશનમાં ફેરવાઈ ગયું છે અને તેની ગુજરાતમાં કોઈ અસર નથી થઈ...

દિવાળી પર્વના દિવસોમાં ગુજરાતના વાતાવરણની આગાહી

અગાઉ આગોતરા એંધાણમાં ૩૦ ઓક્‍ટોબર થી ૨ નવેમ્‍બરમાં સૌરાષ્‍ટ્ર દક્ષિણ ગુજરાતમાં ખૂબ છુટા છવાયા વિસ્‍તારમાં હળવા માવઠાની શકયતા દર્શાવી હતી, તો એ મુજબ ૩૦ થી ૨ તારીખ દરમ્‍યાન દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ તથા નવસારી જિલ્લાના એકલ દોકલ વિસ્‍તારમાં ઝાપટાં હળવું માવઠું તેમજ સૌરાષ્‍ટ્રમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાને લાગુ વિસ્‍તારોમાં એકલ દોકલ સ્‍થળે વાદળ છવાય કે છાંટ છૂટ થઈ શકે જેની પણ લગભગ ન બરાબર જેવી શકયતા છે, ટુંકમાં કોઈ વિશેષ ભારે માવઠાની શકયતા નથી. દિવાળીના તહેવારોમાં તેમજ ખેડૂત મિત્રોને ખેતીકામમાં આવતા પાંચ દિવસ કોઈ મોટો વિક્ષેપ પડે તેવું માવઠું થાય તેવી સંભાવના નથી.

તાપમાન

રાજ્‍યના અત્‍યારે દિવસ દરમ્‍યાન ગરમી અને રાત્રી દરમ્‍યાન સામાન્‍ય ગુલાબી ઠંડી જેવો એહસાસ થઈ રહ્યો છે. તેમાં ૫ નવેમ્‍બર સુધી તાપમાન કોઈ મોટા ફેરફાર વગર અત્‍યારની રેન્‍જમાં જ રહે તેવી સંભાવના છે. દિવસનું મહત્તમ તાપમાન ૩૩°C થી ૩૭°C ની રેન્‍જમાં રહે. મધ્‍ય-ઉતર ગુજરાત તેમજ ઉતર મધ્‍ય સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના સીમિત વિસ્‍તારોમાં મહત્તમ તાપમાન ૩૮-૩૯જીઘ્‍ સુધી  જઈ શકે છે. રાજ્‍યના મોટા ભાગના વિસ્‍તારોમાં લઘુતમ તાપમાન 20°C થી 23°C ની રેન્‍જમાં રહેશે. કચ્‍છ તેમજ ઉતર પૂર્વ ગુજરાતના બોર્ડર વિસ્‍તારોમાં આગાહીના દિવસો દરમ્‍યાન લઘુત્તમ તાપમાન ૧૭જીઘ્‍ થી ૧૯જીઘ્‍ સુધી નોંધાઈ શકે. ત્‍યારબાદના દિવસોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ટુંકમાં અમુક વિસ્‍તારોમાં ગુલાબી ઠંડીને બાદ કરતા કડકડતી ઠંડી માટે હજુ નવેમ્‍બર એન્‍ડ સુધી રાહ જોવી પડશે.

પવન અને ઝાકળ        રાજ્‍યમાં અત્‍યારે પヘમિ દિશામાંથી ફુંકાઈ રહેલા પવનને લઈને સવારે ભેજનું પ્રમાણ વધતાં આજે સૌરાષ્‍ટ્ર કચ્‍છના કેટલાક વિસ્‍તારોમાં ઝાકળ જોવા મળી હતી. જેમાં હજુ આગામી ૩૧ તારીખ સુધી પヘમિ સૌરાષ્‍ટ્ર ઉત્તર સૌરાષ્‍ટ્રના કેટલાક વિસ્‍તારો અને કચ્‍છ તેમજ દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્‍તારોમાં ઝાકળનું પ્રમાણ દેખાય શકે. ત્‍યારબાદના દિવસોમાં ૫ નવેમ્‍બર સુધી મુખ્‍યત્‍વે ઉતર દિશા તરફથી પવન ફૂંકાઈ અને વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના છે. નોંધઃ તમામ માહિતી હાલના વેધર ચાર્ટને આધારે છે જેમાં કુદરતી ફેરફાર શકય છે. તમારા વ્‍યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ધ્‍યાને લેવી.

(12:19 PM IST)