<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

પાલીતાણા સ્‍થિત શ્રી શ્રી કાલભૈરવ પીઠ ખાતે ગુરૂવારે કાળીચૌદશના દિવસે શ્રી કાલભૈરવ મહાયજ્ઞ

સવારે ૭ થી રાત્રીના ૧ર સુધી યજ્ઞ ચાલશે, ૧પ૦ મણ લાકડા (કાષ્‍ટ), રપ ડબ્‍બા સરસવનું તેલ, પ૦ મણ કાળા તલ, પાંચ હજાર શ્રીફળ, પાંચ હજાર લીંબુનો ઉપયોગ થશે, સવા લાખ આહૂતિ અપાશેઃ આચાર્ય રમેશભાઇ શુકલ

 

રાજકોટ : ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે ભૈરવનાથ મંદિર પાછળ આવેલ શ્રી શ્રી કાલભૈરવ પીઠ ખાતે આગામી તા. ૩૧ ના ગુરૂવારે કાળી ચૌદશ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કાલભૈરવ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સવારે ૭ થી રાત્રીના ૧ર સુધી યજ્ઞ આચાર્યશ્રી રમેશભાઇ શુકલએ જણાવેલ કે સનાતન હિન્‍દુધર્મમાં ચાર રાત્રીની પૂજાનું મહત્‍વ છે. શિવરાત્રી, નવરાત્રી, મોહરાત્રી, કાળ રાત્રી, પાંચ કર્મેન્‍દ્રીય પાંચજ્ઞાનેન્‍દ્રિય મન બુધ્‍ધી ચિત્ત-અહંકાર મળીને ૧૪ થાય છે.

ચૌદને જીત્‍યા પછી જીવનમાં ઉજાસ આવે છે. એટલે કે દિવાળી આવે. જીવનમાં દિવાળી આવે પછી જ ભગવાન શ્રીરામ ગાદી પર બેસે એટલે કે બેસતું વર્ષ આ દિવસે કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્‍છા પાઠવીએ છીએ.

કાળી ચૌદશ - સાધનો માટેની રાત્રી છે. ભારતમાં ચાર મંદિર આવેલા છે. કાશી (બનારસ) ઉજજૈન-ઇન્‍દૌર-ગુજરાતમાં પાલીતાણા. સવા લાખ આહુતિ સવા લક્ષ આહૂતીનો મહાયજ્ઞ થાય છે.

તા. ૩૧ ના ગુરૂવારે કાળીચૌદશ (કાલરાત્રી)ના દિવસે સવારે ૭ વાગ્‍યાથી રાત્રીના ૧ર વાગ્‍યા સુધી શ્રી કાલભૈરવ બપોરે ૧ર વાગે રાજભોગ, ૬.૩૦ વાગે મહાઆરતી થશ.ે રાત્રીના ૮ વાગે મહાભોગ, સાંજે ૪ વાગે શણગાર દર્શન રાખેલ છે.

આ યજ્ઞની વિશેષતા એ છે કે અહીં દેશનો મોટામાં મોટો કુંડ છે. (પદ્મકુંડ) રાજકુંડ કહેવાય. જે કુંડમાં ૧૧ કમળની પાંખડી છે. અગ્નિની શિખા (જવાળા) ૮ ફુટ નિકળે છે. યજ્ઞમાં ૧પ૦ મણ લાકડા (કાષ્‍ટ), રપ ડબ્‍બા સરસવનું તેલ, પ૦ મણ કાળા તલ, પાંચ હજાર શ્રીફળ, અને પાંચ હજાર લીંબુનો ઉપયોગ થશે. સવા લાખ મંત્રોની આહુતી અપાશે.

તસ્‍વીરમાં શ્રી શ્રી કાલભૈરવ પીઠના આચાર્યશ્રી રમેશભાઇ શુકલ (મો. ૯૪ર૬૪ ૬૮૮૩૬) અને રાજૂ બગડાઇ નજરે પડે છે.

(5:00 PM IST)