News of Monday, 28th October 2024
કોઠારીયા રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા પુરૂષનો ટ્રેન હેઠળ કુદીને આપઘાત
વાલીવારસ હોય આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૮: શહેરના કોઠારીયા રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા આશરે ૫૦ વર્ષના પુરૂષે ટ્રેન હેઠળ પડતું મુકતાં માથું છુંદાઇ જતાં કમકમાટી ભર્યુ મોત થયું છે. ૧૦૮ના ઇએમટી મિતેષભાઇએ બનાવની જાણ કરતાં આજીડેમના પીએસઆઇ આર. એમ. સાખરા અને રામજીભાઇ પટેલે કાર્યવાહી કરી હતી. મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ સાખરાનો ૯૬૨૪૦ ૮૪૨૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. મૃતકની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી.
(1:43 PM IST)










