News of Monday, 28th October 2024
જલારામ જયંતિઃ વિરાણી સ્કૂલના મેદાનમાં રંગોળી-આરતી સ્પર્ધાઃ શોભાયાત્રાનું સ્વાગત - અન્નકોટ

રાજકોટ : રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પરમ પૂજય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની રરપમી જન્મજયંતિ અંતર્ગત વિરાણી હાઇસ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા રંગોળી સ્પર્ધા વેશભુષા તેમજ આરતી સ્પર્ધાનું પણ આયોજન કરાઇ રહયુ છે.
પરંપરાગત મુજબ જલારામબાપાનો અન્નકુટ કરવામાં આવશે. જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ર૭ વર્ષથી પરંપરાગત રીતે આયોજીત જલારામ શોભાયાત્રાનો વિરામ રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ જલારામ ધામ વિરાણી હાઇસ્કૂલના વિશાળ પટાગણમાં વિરામ લેશે. ત્યારબાદ જલારામબાપાની મહાઆરતી બાદ મહાપ્રસાદ રાખેલ છે. જલારામ ભકતોને લાભ લેવા અનુરોધ કરાયો છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(3:09 PM IST)










