News of Monday, 28th October 2024
શહેરમાં વીજ તંત્ર એલર્ટ : રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલરૂમ : વીજલાઇનો તથા ટ્રાન્સફોર્મર નજીક ફટાકડા - રોકેટ ન ફોડવા ખાસ તાકીદ
૨૧ સબડિવીઝનમાં ૨૪ કલાકની શીફટો ગોઠવાઇ : માલસામાન મોકલાશે : તમામ સબ ડીવીઝનના નંબરો જાહેર

રાજકોટ, તા.૨૮: પશ્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૧ સબ ડીવીઝનો આવેલા છે. કુલ પાંચ લાખ થી વધુ ગ્રાહકોને રાજકોટ શહેરમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. દિવાળી એ રોશનીનો તહેવાર છે એટલે પીજીવીસીએલના ગ્રાહકોને સાતત્યપૂર્વક વીજ પુરવઠો પૂરો પાડવાની જવાબદારી વધી જાય છે.
પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળના તમામ ગ્રાહકોને સાતત્યપૂર્વક વીજ પુરવઠો મળી રહે અને ગ્રાહકોની ફરિયાદોનું ત્વરીત નિરાકરણ આવે તે હેતુથી સબ ડિવિઝનોમાં ઈજનેરો અને લાઈન સ્ટાફની રાઉન્ડ ધી કલોક શિફ્ટ ગોઠવવામાં આવેલ છે. તમામને ફરજ સોપાઈ ગયેલ છે. જરૂરી માલ સામાનનું આયોજન કરવામાં આવેલ છે. ગ્રાહકોને જણાવવાનું કે દિવાળી એ એક ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે. કોઈપણ પ્રકારના વીજ અકસ્માતની દુર્ઘટના ના બને તે માટે વિશેષ નીચે મુજબ ની કાળજી રાખવાની જરૂર છે.
* વીજ નેટવર્કથી સલામત અંતરે રહેવું.
* વીજ નેટવર્ક જેમ કે એચ.ટી. લાઈન, એલ.ટી. લાઈન, ટ્રાન્સફોર્મર સેન્ટરની નજીક ફટાકડા - રોકેટ ના ફોડવા.
* શોર્ટ સર્કીટના બનાવ બને ત્યારે વીજ કચેરીના ફરિયાદ નિવારણ કેન્દ્રમાં તુરંત જાણ કરવી.
* ગ્રાહકના વીજ સ્થાપનના વાયરીંગમાં શોર્ટ સર્કીટ નિવારવા માટે ફરજીયાત પણે ELCB લગાડવી હિતાવહ છે

(3:30 PM IST)










