<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

રાજકોટમાં નવેમ્‍બરમાં શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞ મહોત્‍સવ

તા. રર-૧૧ થી ર૭-૧૧ સુધી શાસ્‍ત્રી મેદાન ખાતે વિશ્વ શાંતિ અને જનકલ્‍યાણ અર્થે ભવ્‍યાતિભવ્‍ય આયોજન : યજ્ઞનો અરણીમંથનથી અગ્નિ પ્રાગટય, કયારેક અગ્નિની જવાળા ૩૦ ફૂટ ઉંચી જોવા મળશે : ભાવિકો દિવસ-રાત પરિક્રમાનો લાભ લઇ શકશે : દરરોજ રાત્રીના સાંસ્‍કૃતિક કાર્યક્રમો ભોજનપ્રસાદ : પ.પૂ. ગો ૧૦૦૮ રઘુનાથજી મહારાજ અકિલાના આંગણે

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પ.પૂ. ગો. ૧૦૦૮ રઘુનાથજી મહારાજ સાથે વિરાટ વાજપેય મહાસોમયજ્ઞ મહોત્‍સવની ટીમના સભ્‍યો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) (૯.ર૮)

રાજકોટ : શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞ મહોત્‍સવ સમિતિ દ્વારા રાજકોટ શહરેમાં શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. છ દિવસીય આયોજીત મહોત્‍સવમાં દોઢ લાખથી વધુ ભાવિકો દર્શનનો લાભ લેશે.

 અહીના ત્રિકોણ બાગ પાસે આવેલા  શાસ્‍ત્રીમેદાન ખાતે  શ્રી વલ્લભાચાર્યપુરમ ખાતે   તા. ૨૨-૧૧ થી તા. ૨૭-૧૧ સુધી સવારે ૮ થી રાત્રીના ૯ સુધી આયોજીત આ શ્રી વિષ્‍ણુ ગોપાલ મહાયજ્ઞમાં પ.પૂ. ગો. ૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજશ્રી પ.પૂ. અ.સોૈ. દિક્ષીત પત્‍ની શ્રી જાનકી વહુજીના સવાધ્‍યક સ્‍થાને (વિરમગામ- જૂનાગઢ- અમદાવાદ- કામવન) વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે..

તા. ૨૧ ના ગુરૂવારે શોભાયાત્રા નિકળશે. પરીશાળા પ્રવેશ સાંજે ૫ વાગે થશે. પરીનો પ્રારંભ અરણીમંથનથી કરવામાં આવશે. પરીમાં અગિ્ન કયારેક ૩૦ ફૂટની હાઇટ સુધી અમુક સમયે પહોંચશે વિશ્વાસશાંતિ અને જનકલ્‍યાણ અર્થેઆયોજીત આ વિરાટ વાજયેય મહાસોમપરી અને શ્રી વિષ્‍ણુગોપાલ મહાયજ્ઞ મહોત્‍સવમાં

સર્વે વૈષ્‍ણવજનો માટે મંડાણ પ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે. સ્‍થળઃ શ્રી વલ્લભચાર્ય પુરમ શાષાીમેદાન, ત્રિકોણબાગ પાસે  રાજકોટ

શ્રી વિષ્‍ણુગોપાલ મહાયજ્ઞ (પાટલા) માં બેસવા માટે કાર્યાલયનો સંપર્ક સાધવો (ન્‍યોછાવર રૂા. ૨૧૦૦) કાર્યાલય સ્‍થળઃ ૧- પારસમણી કોમ્‍પલેક્ષ રાજમંદિર કોલ્‍ડ્રી઼કસ પાસે પેલેસ રોડ, રાજકોટ

વધુ માહિતી માટે સંપર્ક  વિરેનભાઇ પારેખ,  ૯૪૨૮૨ ૦૩૮૫૫ અશોકભાઇ પાટડીયા, ૯૫૫૮૧ ૫૬૯૦૪ વિજયભાઇ પાટડીયા, ૯૮૨૪૨ ૪૮૩૮૮ કમલેશભાઇ ધોળકીયા, ૮૦૦૦૧ ૦૮૮૮૦ વિનુભાઇ વઢવાણા, ૯૪૨૬૨ ૫૧૧૧૭  ભરતભાઇ માંડલીયા ૯૯૨૫૪ ૯૧૯૯૬ જસુભાઇ ફીચડીયા ૯૪૨૮૨ ૭૬૬૬૦ . (૯.ર૯)

વિવિધ ઉત્‍સવ સુચી

તા. ર૧-૧૧-ર૦ર૪, ગુરૂવાર       શોભાયાત્રા તથા યજ્ઞશાળા પ્રવેશ સાંજે

કારતક વદ-૬            પ-૦૦ કલાકે

તા. રર-૧૧-ર૦ર૪, શુક્રવાર       શ્રી ગણેશ સ્‍થાપન, શ્રી વિષ્‍ણુગોપાલયાગ

કારતક વદ-૭           સંકલ્‍પ, ભુમી શુધ્‍ધી, ઉદ્દક શાંતી,

                          દિક્ષાગ્રહપણ, ભીક્ષા ગ્રહણ, અક્ષત વર્ષા

                          સાંજે ૭-૩૦ કલાકે.

તા. ર૪-૧૧-ર૦ર૪, રવીવાર      પ્રવર્ગ્‍ય, ૩૦ ફુટની અગ્નીશીખાના દર્શન

કારતક વદ-૯            સવારે ૧૧-૩૦ કલાકે અને સાંજે પ-૩૦

                          કલાકે, ભીક્ષા સાંજે ૭-૦૦ કલાકે,

                          અક્ષત વર્ષા સાંજે ૭-૩૦ કલાકે

તા. રપ-૧૧-ર૦ર૪, સોમવાર     પ્રવર્ગ્‍ય, ૩ં૦ ફુટની અગ્નીશીખાના દર્શન

કારતક વદ, ૧૦         સવારે ૧૧-૦૦ કલાકે અને સાંજે ૬-૦૦

                          કલાકે, ભીક્ષા સાંજે ૭-૦૦ કલાકે,

                          અક્ષત વર્ષ સાંજે ૭-૩૦ કલાકે

તા. ર૬-૧૧-ર૦ર૪, મંગળવાર    સૂત્‍યાહ સોમરસ હોમ પ્રાતઃ સવન સવારે

કારતક વદ, ૧૧          સવારે ૧૦-૦૦ કલાકે, માધ્‍યંદિન સવન

                          બપોરે ૧:૦૦ કલાકે, ત્રીતીય સવન સાંજે

                          ૪-૦૦ કલાકે, રથયાત્રા તથા સ્‍વર્ગારોહણ,

                          પિતૃદોષ શાંતિ, પીંડદાન સાંજે પ-૦૦

                          થી ૬-૦૦ કલાકે.

તા. ર૭-૧૧-ર૦ર૪, બુધવાર      અવભુથ સ્‍નાન સવારે ૮-૦૦ કલાકે, શ્રીફળ

કારતક વદ, ૧૧ાા     હોમ પૂર્ણાહુતિ બપોરે ૧-૩૦ કલાકે,

                          વિજય યાત્રા સાંજે પ-૦૦ કલાકે.

(4:33 PM IST)