News of Monday, 28th October 2024
નવાગામ (આણંદપર) ખાતે જલારામ જયંતિ ઉજવાશે
શ્રી રઘુવંશી યુવા મિત્ર મંડળ દ્વારા રપ વર્ષથી ઉજવાયેલ જલારામ જયંતિ મહોત્સવ ત્રણ હજારથી વધુ ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશેઃ સંગીત સંધ્યાનું પણ આયોજન

રાજકોટ તા.ર૮ : નવાગામ (આણંદપર)માં રઘુવંશી પરિવારો દ્વારા વર્ષે ર૦૦૦માં શ્રી જલારામ જન્મ જયંતિની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષમાં શ્રી જલારામ બાપાની રરપમી અને નવાગામ (આણંદપર)ના રઘુવંશી પરિવારો દ્વારા સ્થાપવામાં આવેલા શ્રી રઘુવંશી યુવા મિત્ર મંડળ દ્વારા શ્રી જલારામબાપાની જન્મજયંતિની ધામધૂમપુર્વક ઉજવણી શ્રી જલારામ જયંતી રજત મહોત્સવ હેઠળ કરવામાં આવનાર છે.
શ્રી જલારામ જયંતી રજત મહોત્સવમાં તા.૮-૧૧ના શુક્રવાર ૪, નવાગામ આણંદપર ખાતે, શ્રી વેલનાથ બાપુની જગ્યામાં (મેદાનમાં) સાંજે પ.૩૦ કલાકે સુમધુર ગીતોથી સંગીત સંધ્યા, ૬. કલાકે મહાઆરતી તેમજ ૭ કલાકે સમગ્ર નવાગામ (આણંદપર) રાજકોટના ગ્રામજનોને મહાપ્રસાદનું આયોજન કરેલ છે. ગ્રામજનો અને જલારામ ભકતોને નિમંત્રણ અપાયું છે.
સંગીત સંધ્યામાં જાણીતા પ્લેબેક સીંગર ડો. કિંજલબેન પરમાર અને અગ્રણી સંગીતજ્ઞ તેમજ સીંધી સમાજના ગાદીપતિ શ્રી મુલચંદબાપુ અતિથિ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. સાથે સાથે રાજકોટના જાણીતા ગાયક કલાકારો - સંસ્થાના પુર્વ પ્રમુખ, ખજાનચી અને સીંગર ડો. હિતેષ પોપટ, મહેશ ચાવડા, પ્રિતી તન્ના,, મીતા રાજાણી, સંગીતા જોશી, વર્ષા દોશી, મહેશ જીવનાણી, મહેન્દ્ર સોઢા, અશોક પારેખ, વિનોદ ઠકરાર, તેમજ એન્કર મનોજ નથવાણી પોતાના સુરોની સુરાવલી દ્વારા બધાને મંત્રમુગ્ધ કરશે.
શ્રી જલારામ જયંતિ રજત મહોત્સવને સફળ નબાવવા માટે શ્રી રઘુવંશી યુવા મિત્ર મંડળના પુર્વ પ્રમુખો - ડો. હિતેષ પોપટ, અશ્વીનભાઇ વિઠલાણી, સુરેશભાઇ બુધ્ધદેવ, દિલીપભાઇ બુધ્ધદેવ, હાલના પ્રમુખ ભરતભાઇ વસંત, અશોકભાઇ ચંદારાણા તેમજ ઉપપ્રમુખ વિપુલ ખાખરીયા, મંત્રી ગોપાલ વિઠલાણી તેમજ કારોબારી સભ્યો વિજય બુધ્ધદેવ, સંજય નથવાણી, મનોજ નથવાણી, નંદન વિઠલાણી, દેવદીપ રાચ્છ, સંજય રાચ્છ, નિલેશ બુધ્ધદેવ, ભાવેશ ખાખરીયા, નૈનેશ ખાખરીયા, વિવેક બુધ્ધદેવ, કેતનભાઇ ચંદારાણા, મિહિર ચંદારાણા, રવિ બુધ્ધદેવ, યશ ખાખરીયા, યશ પોપટ, દિપ વસંત, આકાશ વસંત, જયદીપ ખાખરીયા તથા નવાગામ આણંદપરના ગ્રામજનો જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(4:35 PM IST)










