News of Monday, 28th October 2024
બાપુનગર વિસ્તારમાં પાણીની ફરિયાદો ભુતકાળ બનશેઃ પાઇપલાઇન બીછાવાશે
૭.૦૯ કરોડના ખર્ચે ૭૧૧ મી.મી. ડાયા ૩ એલ.પી.ઇ. લાઇનના કામનો ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના હસ્તે પ્રારંભ

રાજકોટ,તા. ૨૮: ગુજરાત સરકારની ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા તા.૨૭/૧૦/૨૦૨૪, રવિવારના રોજ બાપુનગર ચોક, બાપુનગર મેઈન રોડ, ૮૦ ફૂટ રોડ કોર્નર, અલંગ હાઉસ પાસે રૂ.૭.૦૯ કરોડના ખર્ચે ૭૧૧ મી.મી. ડાયા ૩ એલ.પી.ઈ. પાણીની એમ.એસ.પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત વિધાનસભા-૭૦ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે કરવામાં આવ્યુ હતું.
આજી ફિલ્ટર પ્લાન્ટથી બાપુનગર ચોકમાં આવેલ હયાત પાઇપલાઇન સાથે જોડાણ કરી જરૂરીયાત મુજબ જીલ્લા ગાર્ડન હેડવર્કસ પર, જયુબિલી તેમજ ગુરૂકુળ હેડ વર્કસ સુધી ફિલ્ટર વોટર પહોંચાડી શકાશે. આ પાઇપલાઇનથી ૧૫ એમ.એલ. પાણી ટ્રાન્સફર કરવામાં આવશે. આ કામ થવાથી વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૧૪ના વિસ્તારોની સોસાયટીનાં આશરે ૫૦,૦૦૦ જેટલા લોકોને ફાયદો થશે.
આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,ᅠશાસકપક્ષ નેતા લીલુબેન જાદવ,ᅠશાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા,ᅠરાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા,ᅠવિરેન્દ્રસિંહ ઝાલા,ᅠસેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર વિનુભાઈ ઘવા, વર્ષાબેન રાણપરા, મંજુબેન કુગસીયા, પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, ગૌતમભાઈ ગોસ્વામી, શાસકપક્ષ ભાજપ કાર્યાલય મંત્રી મહેશભાઈ પરમાર, અગ્રણી ઘનશ્યામભાઈ કુગસીયા, રમેશભાઈ પટેલ, જયંતીભાઈ નોંધણવદરા, મુકેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
(4:37 PM IST)










