News of Monday, 28th October 2024
રાજકોટથી દિલ્હી - મુંબઇની સવારની દૈનિક ફલાઇટો શરૂ કરો : શહેરને બીજા શહેરો સાથે જોડો : ચેમ્બર
એર એશિયા - ઇન્ડિગો - સ્પાઇસ જેટ, વિસ્તારા વગેરે રાજકોટને લાભ આપે

રાજકોટ, તા.૨૮: રાજકોટ તથા આસપાસના શહેરો ઔદ્યોગીક હબ તરીકે જાણીતા હોવાથી આયાત-નિકાસ પણ દિન પ્રતિદીન વધી રહયું હોય જેથી વિદેશી મુલાકાતીઓ પણ આવતા હોય છે તેમજ ઐતીહાસીક સ્થળોથી પથરાયેલ હોવાથી પવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે ફલાઈટની કનેક્ટીવીટી વધારવી ખુબ જ આવશ્યક છે. હાલમાં રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ૧૨ જેટલી ડોમેસ્ટીક ફલાઈટની ટ્રીપો ચાલી રહી છે તેમજ મહિને આશરે ૯૦ હજાર જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ત્યારે આટલી ટ્રીપ ખુબ જ ઓછી ગણાય. ખાસ કરીને રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી બન્ને શહેરો ખાતે મુસાફરી કરનાર વર્ગ ખુબ જ વધારે છે તો તેને ધ્યાનમાં રાખી રાજકોટ-દિલ્હી માટે સવારની ૬:૦૦ વાગે અને ૯:૦૦ વાગે દૈનીક ફલાઈટ તથા રાજકોટ-મુંબઈ માટે સવારની ૬:૩૦ વાગે અને રીર્ટન દૈનીક ફલાઈટ સાજે ૮:૦૦ વાગ્યાની તાત્કાલીક શરૂ કરવી ખુબ જ જરૂરી છે. જેથી કરીને મુસાફરોને બિનજરૂરી રાત્રી રોકાણ ન કરવો પડે અને સમય તથા નાણાનો વ્યય નો થાય. વધુમાં મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી વધારાની ડોમેસ્ટીક ફલાઈટો જેવી કે, રાજકોટ થી ગોવા (જે હાલ સપ્તાહમાં દર ત્રીજા દિવસે ચાલે છે) તે દૈનીક કરવી, રાજકોટ-સુરત ફલાઈટને ઉદયપુર સુધી લંબાવી મોટી કેપેસીટી સાથે શરૂ કરવી, રાજકોટ-ઈન્દોર, રાજકોટ-ચેન્નઈ, રાજકોટ-કોલકતા અને રાજકોટ-જયપુર-શ્રીનગરની ફલાઈટો શરૂ કરવી.
રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરનું કાયમી ટર્મીનલ આશરે બે મહિનમાં પુર્ણ થઈ જશે તેમજ ઈન્ટરનેશનલ ફ્લાઈટો પણ શરૂ થશે ત્યારે રાજકોટ-દુબઈ, રાજકોટ-સિંગાપોર-મલેશીયા-બેંગકોક (ફાર ઈસ્ટ) ની ઈન્ટરનેશનલ ફલાઈટો તાત્કાલીક શરૂ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્વારા વિવિધ એરલાઈન્સ કંપનીઓ જેવી કે, એર ઈન્ડીયા, ઈન્ડીગો, સ્પાઈસ જેટ, વિસ્તારા, એર એશીયા, એર ઈન્ડીયા એક્સપેસ, અકાસા, એલાઈન્સ એરને આમંત્રીત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે
(4:39 PM IST)










