<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

રસુલપરામાં ૧.૮ કરોડના ખર્ચે આધુનિક શાળા બનશે

 

રાજકોટ,તા.૨૮: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ હસ્‍તકની શ્રી રસુલપરા તાલુકા પ્રાથમિક શાળાના ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્‍ટમાંથી આધુનિક સુવિધાથી સજજ ૮ નવા વર્ગખંડોનું ખાતમુર્હત વિધાનસભા-૩૧ ના ધારાસભ્‍ય અને કેબીનેટ મંત્રી, ગુજરાત રાજય શ્રીમતી ભાનુબેન બાબરીયાના વરદ હસ્‍તે રાખવામાં આવેલ હતું. જેમાં રાજકોટ શહેરના વિવિધ મહાનુભાવો પણ સાથે જોડાયા હતા.

શાળામાં કુલ ૭૯૧ બાળકો અભ્‍યાસ કરે છે. અને હાલ ૨૧ શિક્ષકો કાર્યરત છે. અંદાજિત ૧ કરોડ ૦૮ લાખ ના ખર્ચે નવા વર્ગખંડો કોમ્‍પ્‍યુટર લેબની સહિતની આધુનિક સુવિધા સાથે ઉપલબ્‍ધ કરવામાં આવશે.

કાર્યક્રમને તમામ મોરચે સફળ બનાવવા ચેરમેન વિક્રમ પુજારા, વા.ચેરમેન ડો.પ્રવીણકુમાર નિમાવત, શાસનાધિકારી કિરીટસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી., સી.આર.સી.. શાળાના આચાર્યશ્રીઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે.

આ તકે કાર્યક્રમમાં માન. વિધાનસભા-૭૦, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, રાજકોટ મહાનગરપાલિકા નેતા શાસક પક્ષ શ્રીમતી લીલુબેન જાદવ, દંડકશ્રી શાસક પક્ષ શ્રી મનીષભાઈ રાડીયા, પૂર્વ મેયરશ્રી ડો. પ્રદિપભાઈ ડવ, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવિણકુમાર નિમાવત અને સાથો સાથે શિક્ષણ સમિતીના સદસ્‍ય મનસુખભાઈ વેકરીયા, રસીકભાઈ બદ્રકિયા, વિરમભાઈ સાંબડ, હિતેશભાઈ રાવલ, ઈશ્વરભાઈ જીતીયા. અજયભાઈ પરમાર, જયદિપભાઈ જલુ, વિક્રમસિંહ જાડેજા, સુરેશભાઈ રાધવાણી ખાસ ઉપસ્‍થિત રહેલ.

(4:41 PM IST)