<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

રેસકોર્ષ રીંગ રોડ અવનવી ૫૦૦ રંગોળીઓથી દિપી ઉઠશે

કાલે રંગોળી સ્‍પર્ધાઃ પ્રથમ વખત સ્‍લોગન ગ્રુપ હરિફાઇ : પ્રથમ ૧૧ વિજેતાઓને રૂા. ૫૦૦૦ હજાર અને ૫૧ સ્‍પર્ધકોને એક હજાર આશ્વાસન ઇનામઃ કાર્યક્રમને આખરી ઓપ : શહેરીજનો રંગોળી મંગળવારના રાત્રે ૧૦ વાગ્‍યાથી તા. ૩૧નાં સુધી નિહાળી શકશે

રાજકોટ,તા. ૨૮: મહાનગરપાલિકાᅠદ્વારા મિશન સ્‍માર્ટ સિટી ટ્રસ્‍ટ-ચિત્રનગરીના સહયોગથી ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ'અંતર્ગત કાલેᅠતા.૨૯ના બપોર બાદ ૪ કલાકથીᅠરેસકોર્ષ ખાતે ભવ્‍ય ‘રંગોળી સ્‍પર્ધા' યોજાશે.‘રંગોળી સ્‍પર્ધા' ૧) સ્‍લોગન રંગોળી-૨૫ ૨)ᅠવ્‍યક્‍તિગત રંગોળી-૫૦૦ એમ ૨ કેટેગરીમાં રહેશે.આ રંગોળી સ્‍પર્ધાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ થઇ રહી છે.

આ અંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા,ᅠડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા,ᅠસ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,ᅠમ્‍યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ,ᅠશાસક પક્ષના નેતા લીલુબેન જાદવ,ᅠદંડક મનિષભાઈ રાડીયાᅠઅને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાᅠજણાવે છે કે,ᅠ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ' અનુસંધાને આવતીકાલે તા.૨૯ના બપોર બાદ ૪ કલાકથી રેસકોર્ષ રિંગ રોડ ખાતે ‘રંગોળી સ્‍પર્ધા'અંતર્ગત સ્‍પર્ધકો રંગોળી તૈયાર કરશે. સ્‍પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.૨૯નાં રોજ રાત્રે ૧૦ કલાકથી તા.૩૧ સુધી શહેરીજનો નિહાળી શકશે.

રંગોળી સ્‍પર્ધાની કેટેગરી

આ વર્ષે રાજકોટમાં પ્રથમ વખત સ્‍લોગન ગ્રુપ રંગોળી રાખવામાં આવેલ છે. જેમાં, સ્‍પર્ધકે રંગોળી સાથે રાજકોટ વિશે પોઝીટીવ સ્‍લોગન લખવાનું રહેશે. કુલ ૨૫ રંગોળી સ્‍લોગન સાથેની રહેશે. જેમાં, પ્રથમ ૫ વિજેતાને રૂ,૫૦૦૦ ઈનામ તરીકે આપવામાં આવશે. આ રંગોળીની સાઇઝ ૫×૧૫ ફૂટ રહેશે. આ ઉપરાંત ૫૦૦ રંગોળી વ્‍યક્‍તિગત સ્‍પર્ધાની રહેશે જેની સાઇઝ ૫×૫ ફૂટ રહેશે. આ સ્‍પર્ધામાં પ્રથમ ૧૧(અગિયાર)ને રૂ.૫૦૦૦ ઈનામ તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત ૫૧ સ્‍પર્ધકને રૂ.૧૦૦૦ આશ્વાસન ઈનામ આપવામાં આવશે.

સ્‍પર્ધાના નિર્ણાયકો તરીકે જાણીતા લેખક શ્રી જય વસાવડા, શ્રી શૈલેષભાઈ સગપરીયા, મુકેશભાઇ વ્‍યાસ,ᅠઆસિતભાઈ ભટ્ટ, ચૈતન્‍યભાઈ,એમ. યુ. ચૌહાણ, મુકેશભાઇ ડોડીયા, પ્રદીપભાઈ દવે, કિશોરભાઇ કામાણી, નલીનભાઈ સૂચક જયશ્રીબેન રાવલ,રૂપલબેન સોલંકી રહેશે.

આ સ્‍પર્ધા ને સફળ બનાવવા માટે ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, મુકેશભાઇ વ્‍યાસ, હેમાબેન વ્‍યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્‍યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત ,વિશાલભાઈ જોશી, હરદેવસિંહ વાઘેલા, ગૌરવ ખીરૈયા, પરેશભાઈ ધોરાજીયા, સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના, દિનેશભાઇ પટેલ, રશ્‍મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા મહેનત ઉઠાવી રહ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો અનુસંધાને યોજવામાં આવેલ ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ' અંતર્ગત આયોજીત ‘રંગોળી સ્‍પર્ધા' નિહાળવા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા,ᅠડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા,ᅠસ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર,ᅠમ્‍યુનિસિપલ કમિશનરશ્રી ડી.પી.દેસાઈ,ᅠશાસક પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ,ᅠદંડક શ્રી મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા રંગીલા રાજકોટવાસીઓને નિમંત્રણ પાઠવે છે.

કાલે વિનામૂલ્‍યે નિદાન કેમ્‍પ

‘રંગોળી સ્‍પર્ધા' દરમ્‍યાન આવતીકાલે તા.૨૯, મંગળવારના રોજ સાંજે ૫ કલાકથી રાત્રે ૮ કલાક સુધી બી.ટી. સવાણી કિડની હોસ્‍પીટલના સહયોગથી શહેરીજનોને ડાયાબિટીસ, બ્‍લડ પ્રેસર, હિમોગ્‍લોબીનની નિઃશુલ્‍ક તપાસ મેયર બંગલા સામે, રેસકોર્ષ ખાતે કરી આપવામાં આવનાર છે.

 

(4:52 PM IST)