<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

રોગચાળો દિવાળી ઉજવશે : ૧૮૮૩ દર્દીઓ ખાટલે

મનપા દ્વારા ૯૩૩૩૮ ઘરોમાં પોરાનાશક કામગીરી : પ૬૩૭ ઘરોમાં ફોગીંગઃ મચ્‍છર ઉત્‍પતી સબબ ૬૩૪ ને નોટીસ શરદી-ઉધરસ-તાવ ઝાડા-ઉલ્‍ટીના ૧૮૮૦ કેસ : ટાઇફોડનો ૩ લોકોને ભરડો : ૭૧૯પ૦નો વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ તા. ર૮: શહેરમાં  દીવસે ને દીવસે મચ્‍છરજન્‍ય  ડેન્‍ગ્‍યુના કેસમાં વધારો થતો જોવા મળે છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્‍ટીના ૧૮૮૩ થી વધુ  દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.

શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્‍છરજન્‍ય રોગ સાથો સાથ પાણીજન્‍ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના  પણ દર્દી નોંધાયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ર૧ થી ર૭  ઓકટોબર  સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાના ૨ર કેસ

છેલ્લા સપ્તાહમાં ડેન્‍ગ્‍યુના ૨૦, મેલેરીયાના ૩૪  કેસ નોંધાયા છે.  સીઝનનાં મેલેરીયાના ૩૦, ડેન્‍ગ્‍યુના ૩૧ર તથા ચિકનગુનિયાના ૩૦ કેસ નોંધાયા છે.  ડેન્‍ગ્‍યુ એડીસ મચ્‍છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્‍થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.

શરદી-તાવના

૧૮૮૩  થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૭રપ તેમજ સામાન્‍ય તાવના ૬૧૬ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧પપ તથા ટાઇફોડનો ૫   સહિત કુલ ૧૮૮૩થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.  જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૪ર૧૮૧ તેમજ સામાન્‍ય તાવના ૧૭૦૦૬ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૧૧ર૬ તથા ટાઇફોડનાં ૭૬ તથા કમળાના ૭, મરડાનાં ૧ તથા કોલેરાના ૬ કેસ નોંધાયા છે.   ં

મચ્‍છર ઉત્‍પતિ

સબબ ૬૩૪ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૯૩,૯૬૨  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૯૩૩૩૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૪પર થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૬૩૪ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૭૧,૯પ૦ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.

(4:53 PM IST)