News of Tuesday, 29th October 2024
તહેવાર ટાણે પરિવારોમાં શોકની કાલીમાઃ બેભાન હાલતમાં બે યુવાન અને એક મહિલાએ દમ તોડી દીધો
મંછાગરના ૩૦ વર્ષના ગેલાભાઇ, મોરબી રોડના ૪૨ વર્ષના જીવણભાઇ અને મયુરનગરના ૫૦ વર્ષના જીવતીબેને સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

રાજકોટ તા. ૨૯: બેભાન હાલતમાં બે યુવાન અને એક મહિલાના મૃત્યુ થયા હતાં. ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં તહેવારના દિવસોમાં ખુશીને સ્થાને જે તે પરિવારોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
જુના માર્કેટ યાર્ડ પાસે મંછાનગરમાં રહેતાં ગેલાભાઇ કમાભાઇ પરમાર (ઉ.વ.૩૦) નામનો યુવાન સાંજે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ મૃત્યુ થયું હતું. તેને કેન્સરની બિમારી હતી. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પોતે ચાર ભાઇમાં બીજા હતાં અને છુટક બંગડી કામની મજુરી કરતો હતો.
બીજા બનાવમાં મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતાં જીવણભાઇ ભવાનભાઇ બોહકીયા (ઉ.વ.૪૨) નામના યુવાન કેન્સરની બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ દમ તોડી દીધો હતો. તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે ચાર ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં.
ત્રીજા બનાવમાં સંત કબીર રોડ મયુરનગર-૨માં રહેતાં જીવતીબેન વાલજીભાઇ કાપડીયા (ઉ.વ.૫૦) બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ બી-ડિવીઝન, થોરાળા પોલીસને જાણ કરી હતી.
(12:27 PM IST)










