તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th October 2024
ધનતેરસે સોનીબજારમાં શુકનવંતી ખરીદીનો જામ્યો માહોલ
સોનાના ઊંચા ભાવમાં પણ શુકન સાચવતા ગ્રાહકો :હળવા વજનના દાગીના અને સિક્કાઓની વધી માંગ

રાજકોટ તા:29 ધનતેરસના પર્વે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો, દિવાળી પર્વે ઝવેરીબજારમાં રોશનીના ઝગમગાટ સાથે મનમોહક ડિઝાઈનની એન્ટિક જવેલરી, ટ્રેડિશનલ જવેલરી અને ફૅન્સીએ આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરીનો ઝગમગાટ સર્જાયો છે
ધનતેરસે શુકનવંતી ખરીદીના ધમધમાટની ધારણા સાથે કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે આ ઉપરાંત હળવા વજનના બુટી ,બાલી ,વીટી પેન્ડલ,રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની કાનની લટકણ બાલી ,સહિતની વેરાયટીઓ પણ આકર્ષણ જમાવે છે
આજે ધનતેરસના શુભ અવસરે ઝવેરીબજારમાં સવારથી ગ્રાહકોની ચહલપહલ જોવા મળી હતી, સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે તેજી જોવા મળી હતી, ઊંચા ભાવને કારણે લોકોમાં ખરીદીનો ઉત્સાહને થોડી ઝાંખપ જરૂર લાગી છે પરંતુ આ શુભ અવસરે ગ્રાહકો શુકનવંતી ખરીદી કરવા ઉમટી રહ્યા છે, તેમ વેપારીઓ જણાવે છે, બીજી કે આગામી દિવસોમાં પણ ભાવમાં ઘટાડાની કોઈ શકાયતા નહીં હોવાનું મનાય છે ત્યારે આ ભાવે પણ ખરીદી કરવા મન બનાવ્યું હોય તેમ ગ્રાહકો ખરીદી તરફ વળ્યાં છે, અલબત્ત હળવા વજનના દાગીના અને સિક્કાઓની માંગ વધુ રહી છે તેવું વેપારીઓ જણાવે છે તસ્વીરમાં સોનીબજારના શોરૂમમાં શુકનવંતી ખરીદી કરતા ગ્રાહકો નાઝરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )
(1:23 PM IST)










