News of Tuesday, 29th October 2024
બસ સ્ટેશન પાછળ બીમારીના કારણે રંજનબેન બેડાનનું મોત
મહિલાના બંને હાથમાં શ્રીરામ, આઇશ્રી ખોડીયાર અને રંજુ બટુક ત્રોફાવેલઃ વાલી વારસની શોધ

રાજકોટ, તા., ૨૯ : શહેરના બસ સ્ટેશન પાછળ બીમારીના કારણે મહિલાને મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ બસ સ્ટેશનની પાછળના ભાગે રખડતું ભટકતું જીવન ગાળતા રંજનબેન બટુકભાઇ બેડાન (ઉ.વ.પ૦) ગત તા. ર૬ના રોજ બસ સ્ટેશનના પાછળના ગેઇટ પાસે બીમારીના કારણે બેભાન હાલતમાં પડેલ હોઇ કોઇએ ૧૦૮માં જાણ કરતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક મહિલાએ ગુલાબી કલરનું ફુલની ડીઝાઇન વાળુ બ્લાઉઝ અને વાદળી કલરનો ચણીયો પહેરેલ છે. જેના જમણા હાથમાં શ્રીરામ તથા આઇશ્રી ખોડીયાર અને ડાબા હાથમાં રંજુ બટુક ત્રોફાવેલ છે. મૃતક રંજનબેન બસ સ્ટેશનની પાછળ રખડતુ ભટકતું જીવન ગાળતા હતા. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ યુ.કે.બાંભણીયા તથા હેડ કોન્સ. લાભુભાઇ જતાપરાએ મહિલાના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ આ મહિલાના સગાસબંધી હોય તો એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧-૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(2:02 PM IST)










