News of Tuesday, 29th October 2024
સૌરાષ્ટ્રને વિકાસના માર્ગે દોડતુ કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ રૂપિયા ૪૮૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે તેમ જણાવી સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે.અમરેલી જિલ્લામાં ધારી ખાતે યોજાયેલા એક શાનદાર કાર્યક્રમમાં વડાઙ્ઘધાને હજારો કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની સૌરાષ્ટ્રને ભેટ આપી હતી. સૌરાષ્ટ્રને વિકાસના માર્ગે દોડતુ કરવા બદલ રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર પણ માન્યો હતો. આ કાર્યક્રમમાં રાજુભાઈ ધ્રુવ સાથે રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમળતિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા,કોર્પોરેશન પક્ષ નેતા લીલુબેન જાદવ, કિરણબહેન માંકડીયા, પ્રદેશ મીડિયા ટિમ ના અગ્રણી શ્રી શૈલેષભાઇ પરમાર,માટીયાભાઈ સહિતના ે ઉપસ્થિત રહ્યા હતા
(3:03 PM IST)










