તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 29th October 2024
મુખવાસના વેપારીઓને ત્યાં દરોડાઃ ૧૦ કિલોનો નાશઃ ૧પ નમુના લેવાયા
મનપા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સુચનાથી તુટી પડયું : પંચાયત ચોક, પરાબજાર, નવાનાકા રોડ, ગોંડલ રોડ, જયંત કે.જી.રોડ, નાનામવા ચોક સહીતના વિસ્તારોમાં ફુડ શાખાનું ચેકીંગઃ ઘીના ૮ સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલાયા

રાજકોટ, તા., ર૯: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ તા.૦૩ થી તા.૨૫ સુધી ૅફુડ સેફ્ટી પખવાડીયા અંતર્ગતના એસ.ઓ.પી. મુજબ તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ ફૂડ કેટેગરી જેવી કે મીઠાઇ, ફરસાણ, ઘી, દૂધ તથા દૂધની બનાવટ- પનીર, માવો, ખાદ્યતેલ, મસાલા, બેકરી પ્રોડક્ટસ, ડ્રાયફ્રૂટ્સ, મુખવાસ વગેરેના ઉત્પાદક/વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ. જે અંતર્ગત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ખાદ્યચીજોના કુલ ૨૫૪ નમૂના પળથ્થકરણ માટે લેવામાં આવેલ. તેમજ અલગ અલગ ૧૧ એસોસિએશન/ સંસ્થાઓની મિટિંગોનું આયોજન કરવામાં આવેલ ફૂડ સેફ્ટી અંતર્ગત રો-મટિરિયલ, સ્ટોરેજ, પેકિંગ, લેબલિંગ, પર્સનલ હાઇજીન, પ્રિમાઈસિસ હાઈજીન, લાઇસન્સના નિયમો તેમજ લાગુ કાયદાકીય નિયમોના પાલન બાબતે વિસ્તળત માહિતી આપવામાં આવેલ જેમાં ૧૧૦૦ ફૂડ બિઝનેશ ઓપરેટર તથા કર્મચારીઓએ ભાગ લીધેલ. તેમજ FSW વાન સાથે રાખી ૫૧- અવેરનેશ પ્રોગ્રામ, ૩૩- ટ્રેનીંગ પ્રોગ્રામ તથા ૫૬૧ નમુનાનું સ્થળ પર પ્રાથમિક ટેસ્ટીંગ કરવામાં આવેલ. તેમજ ૧૦ શાળાઓમાં વિદ્યાર્થીઓને ઈટ સેફ સ્ટે સેફ પ્રોગ્રામ અંતર્ગત ફૂડ હેબિટ્સની માહિતીથી અવગત કરવામાં આવેલ. જેમાં અંદાજીત ૧૯૦૦ વિદ્યાર્થીઓ માહિતી આપવામાં આવેલ.
મનપાની સતાવાર યાદી મુજબ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નવાનાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, આવેલ અલંકાર મુખવાસ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ પડતર વાસી તેમજ એક્સપાયરી થયેલ માલૂમ પડતાં અંદાજીત ૧૦ કિ.ગ્રા. અખાદ્ય મુખવાસનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ મુખવાસના ૨ નમૂના લેવામાં આવેલ.
મુખવાસના ૧પ,
ઘીના ૮ નમુના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ કુલ ૨૩ નમૂના લેવામાં આવેલ જેમાં ક્રિસ્ટલ મુખવાસ (લુઝ) મુખવાસ વર્લ્ડ, સોમનાથ કોમ્પ્લેક્ષ શોપ નં.૨, પદ્મનાભ ટાવર સામે, પંચાયત ચોક, રંગોલી મુખવાસ (લુઝ)
મુખવાસ વર્લ્ડ, સોમનાથ કોમ્પ્લેક્ષ શોપ નં.૨, પદ્મનાલ ટાવર સામે, પંચાયત ચોક,
રજવાડી મુખવાસ (લુઝ) અમળત મુખવાસ, પરાબજાર મેઇન રોડ,
કાઠિયાવાડી મુખવાસ (લુઝ) અમળત મુખવાસ, પરાબજાર મેઇન રોડ,
તલ ગોટલી મુખવાસ (લુઝ) રોયલ કલાકેન્દ્ર, નવાનાકા રોડ, પરાબજાર,
સેવન સીડ મુખવાસ (લુઝ) પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, પ્રહલાદ ટોકીઝ સામે,
આયુર્વેદિક મુખવાસ (લુઝ) જામનગરી મુખવાસવાલા, નવાનાકા રોડ, પ્રહલાદ ટોકીઝ સામે,
પુષ્કર મુખવાસ (લુઝ) અલંકાર મુખવાસ, નવાનાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે,
સ્વીટ મીક્ષ મુખવાસ (લુઝ) અલંકાર મુખવાસ, નવાનાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે,
મારવાડી મુખવાસ (લુઝ) જલારામ શીંગ એન્ડ નમકીન, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ,
તલ અજમા મુખવાસ (લુઝ) ક્રિષ્ના ગળહ ઉદ્યોગ, સીતારામ સોસાયટી, ગોંડલ રોડ,
આમળા મિક્સ મુખવાસ (લુઝ) મીતેષ ગળહ ઉદ્યોગ, જયંત કે.જી. મેઇન રોડ, ડી માર્ટ પાસે,
અળસી મુખવાસ (લુઝ) મીતેષ ગળહ ઉદ્યોગ, જયંત કે.જી. મેઇન રોડ, ડી માર્ટ પાસે,
તલ ગોટલી મુખવાસ (લુઝ) અભિનવ સ્ટોર્સ, જયંત કે.જી. મેઇન રોડ, ડી માર્ટ પાસે,
મિક્સ મુખવાસ (લુઝ) અભિનવ સ્ટોર્સ, જયંત કે.જી. મેઇન રોડ, ડી માર્ટ પાસે,
શુધ્ધ ઘી (લુઝ) રાધેશ્યામ ડેરી ફાર્મ, બાલક હનુમાન પાસે, પેડક રોડ,
શુધ્ધ ઘી (લુઝ) શ્રી ન્યુ રામેશ્વર ડેરી ફાર્મ, રણછોડનગર -૨૬, ૨૯ ખૂણો ગાસિયા રોડ,
શુધ્ધ ઘી (લુઝ) જલારામ ઘી ડેપો, જ્યુબેલી શાક માર્કેટ સામે, ઢેબર રોડ,
શુધ્ધ ઘી (લઝ): વોલ્ગા ઘી ડિપો, કેવડા વાડી રોડ ની બાજુમાં,
DYNAMIX COW GHEE (200 ML PKD) શ્રીજી પ્રોવિઝન સ્ટોર, GEB ઓફિસ સામે, નાના મવા રોડ, રાજકોટ
શુધ્ધ ઘી(લુઝ) શ્રીનાથજી ડેરી ફાર્મ, રાજનગર ચોક, નાના મવા રોડ, સૂર્યમુખી હનુમાનજી પાસે,
GOWARDHAN PURE COW GHEE (200 ML PKD.)શ્રીનાથજી ડેરી ફાર્મ, રાજનગર ચોક, નાના મવા રોડ, સૂર્યમુખી હનુમાનજી પાસે,
શુધ્ધ ઘી(લુઝ) શ્રીનાથજી ડેરી ફાર્મ, રાજનગર ચોક, નાના મવા રોડ, સૂર્યમુખી હનુમાનજી પાસે, ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કોઠારીયા રણુજા સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૧ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ- ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
જેમાં ક્રિષ્ના ડેરી ફાર્મ -શ્રીજી ચાઇનીઝ પંજાબી -ચિલ્ડ હાઉસ -જય અંબે પાણીપુરી -બજરંગ પાણીપુરી -ભરકાદેવી પાણીપુરી - શંકરભાઈ પાણીપુરી - મહાકાળી પાણીપુરી -શિવમ વડાપાઉં-મહાકાળી સમોસા -બાલાજી વડાપાઉંને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
(3:12 PM IST)










