News of Tuesday, 29th October 2024
બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી : ધર્મેન્દ્ર રોડ ઉપર ગ્રાહકો ઉમટયા : વેપારીઓ ખુશખુશાલ
લોકો દિવડા - તોરણ - રંગોળી - કપડા - બૂટ - ચંપલ - ડેકોરેશન - મુખવાસ - ફરસાણ - મીઠાઇ ઉપર તૂટી પડયા

રાજકોટ : શહેરના એક એક નાના મોટા વેપારીઓ ખુશખુશાલ છે. દિવાળીની ખરીદીનો માહોલ મુખ્ય બજારો, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, પરાબજાર - સાંગણવા ચોક - સોની બજાર - કંસારા બજાર અને ફુલ બજારમાં જબરો જામ્યો છે. માત્ર પાંચ દિવસમાં કરોડોનું ટર્નઓવર નાના મોટા વેપારીઓને થયુ છે. અનેક સ્થળે સ્ટોક ખલાસ થઇ ગયો છે. લોકો અવનવા કલરફુલ દિવડા - લાઇટીંગ - કમળવાળા દિવા, તોરણ, રગોળી - તૈયાર રંગોળી, રંગોળીના રંગે તમામ પ્રકારના કપડા , બુટ, ચંપલ, અતર, ડેકોરેશન - રોશનીઓનો સામાન, મુખવાસ, ફરસાણ, મીઠાઇ ઉપર રીતસર તુટી પડયા છે. જયાં જુઓ ત્યાં મોટે ભાગે ગૃહિણીઓ ખરીદી કરતી નજરે પડે છે. અમારા તસ્વીર કારે આજે ધર્મેન્દ્ર રોડને આવરી લીધો હતો. કલીક કરાયેલ અદભુત તસ્વીરમાં ઉમટી પડેલ માનવ મહેરામણથી છલકાઇ ઉઠયો તે નજરે પડે છે. આખા રોડ માનવ મહેરામણ હતો, તમામના ચહેરા ઉપર દિપાવલી પર્વની તાજગી, ખુશાલી, અદમ્ય ઉત્સાહ, આનંદ તરવરતો હતો, પાથરણાવાળાને પણ તડાકો પડયો હતો. પગાર અને બોનસ વહેલુ થતા ખરીદી ચાર ગણી વધી ગઇ હતી, તસ્વીર ધર્મેન્દ્ર રોડની છે, માત્ર ઉમટી પડેલા લોકો દેખાય છે, રોડ કયાંય નજરે પડતો નથી. કલ્પના કરો કેટલી ભીડ ઉમટી હશે, અભિનંદન રાજકોટ ... મેટ્રો સીટી તરફ આગે બઢો તેવી દિપાવલી શુભેચ્છા.... (તસ્વીર : સંદિપ બગથરીયા)
(3:13 PM IST)










