<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ખત્રીવાડ કપીલા હનુમાન નજીક મહિલાને છેતરી ગઠીયા રોકડ અને સોનાનો ચેઇન બઠ્ઠાવી ગયા

ભગવતીપરાના ભાનુબેન ચોૈહાણ પોૈત્રીને સાથે લઇ કપડા લેવા નીકળ્‍યા ત્‍યારે બનાવઃ એક ગઠીયાએ ઉભા રાખી હું ભુખ્‍યો છું કહ્યુ઼, બીજાએ આવી કપડામાં વીંટી કંઇક આપ્‍યું, તેમાંથી ૫૦૦ની નોટ નીકળીઃ પછી બેધ્‍યાન બનેલા મહિલાએ રોકડ, ચેઇન આપી દીધા!

રાજકોટ તા. ૨૯: શહેરમાં દિવાળીના તહેવાર ટાણે ગઠીયા, ચોરટાઓ મેદાનમાં આવી ગયા છે. ત્‍યારે ભગવતીપરા-૯માં રહેતાં ભાનુબેન કિશોરભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૮) નામના મહિલાને ભીચરીનાકા ખત્રીવાડ ચોક કપીલા હનુમાન માર્ગ પર બે ગઠીયા ભેટી ગયા હતાં અને છેતરીને દસ હજાર રોકડ તથા બે તોલા સોનાનો ચેઇન લઇ ગયા હતાં.

બનાવ અંગે ભાનુબેને એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં સીસીટીવી ફુટેજને આધારે તપાસ શરૂ થઇ છે. ભાનુબેન પોૈત્રીને લઇને કપડા લેવા નીકળ્‍યા હતાં. પરત ઘરે જતાં હતાં ત્‍યારે ખત્રીવાડ ચોક પાસે કપીલા હનુમાન માર્ગ પર પહોંચતા આશરે બાવીસ વર્ષના શખ્‍સે આવી હું ભુખ્‍યો છું, મને થોડા પૈસા આપો તેમ કહ્યું હતું. ત્‍યાં બીજો શખ્‍સ આવ્‍યો હતો તે આશરે બત્રીસ વર્ષનો હતો. તેણે કપડામાં વીંટીને કંઇક વસ્‍તુ આપી હતી અને કહેલુ કે આમાં સારી વસ્‍તુ છે, રાખી લો. બાદમાં તેમાં શુ઼ છે એ જોતાં અંદર ૫૦૦ની નોટ હતી. જેથી ભાનુબેન વિશ્વાસમાં આવી ગયા હતાં.

એ પછી બંને શખ્‍સે ચેઇન અને રોકડ હોય તે આપી દેવા કહેતાં પોતે બેધ્‍યાન બની ગયા હોઇ દસ હજાર રોકડા અને બે તોલાનો ચેઇન આપી દીધા હતાં. એ પછી પોૈત્રીએ ભાનુબેનને આવુ કંઇ આપવાની ના પાડતાં એ બંને શખ્‍સ રોકડ, ચેઇન લઇ છુમંતર થઇ ગયા હતાં. ફુટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૧૧)

 

(3:21 PM IST)