News of Tuesday, 29th October 2024
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ રાજકોટ દ્વારા ભાઇબીજના દિવસે સ્નેહ મિલનનું આયોજન
નવા વર્ષના સ્નેહ મિલન નિમિતે દરેક જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા નરેન્દ્રભાઇ સોલંકીનું આમંત્રણ

રાજકોટ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ દ્વારા દર વર્ષની માફક નવા વર્ષની શરૂઆતમાં દરેક જ્ઞાતિજનો એકબીજાને હળે મળે અને નવા વર્ષની શુભ શરૂઆતમાં દરેક લોકોને શુભેચ્છાઓ ની આપ- લે કરવા સ્નેહમીલન ભાઇબીજના શુભ દિને તા. ૩-૧૧ રવિવારના રોજ શ્રી શ્યામવાડી ટ્રસ્ટ, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે સવારે ૯ કલાકે રાખવામાં આવેલ છે.
આ સ્નેહમિલન સમારોહમાં જ્ઞાતિ સમસ્ત દ્વારા સંચાલિત વિવિધ સમીતીઓમાં શ્રી શ્યામવાડી ટ્રસ્ટ, શ્રી મોહન માંડણ વિદ્યાર્થી ભવન સમીતી, સાંસ્કૃતિક અને રમત ગમત સમીતી, વિદ્યાથી મંડળ સમીતી શ્યામ મંદિર સમીતી તથા વિવિધ મંડળોના તમામ હોદેદારો તથા કારોબારી સભ્યો અને જ્ઞાતિના દરેકભાઇઓ બહેનો માતાઓ વડીલો તથા નવયુવાનોને ઉપસ્થિત રહેવા માટે જ્ઞાતિ સમસ્ત દ્વારા નિમંત્રણ આપીયુ છે.ં આવે છે. શ્રી ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા હર હંમેશ વિવિધ પ્રકારની સમાજની ઉત્થાન માટેની સામાજીક, સેવાકીય, સંગઠનાત્મક વિગેરે અનેક પ્રકારના જેવું કે સમાજ દ્વારા સમુહ લગ્નની પ્રવૃતિ, વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ- ચોપડા વિતરણ, ક્રિકેટ ટુર્નામેન્ટ, રાસગરબા મહોત્સવ વિગેરે પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતુ હોય છે. ત્યારે આવનારા નુતન વર્ષમાં પણ દરેક જ્ઞાતિજનોને શુભેચ્છા પાઠવવા જ્ઞાતિ સમસ્ત ને ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.
(3:36 PM IST)










