News of Tuesday, 29th October 2024
IPO સફળ થશે કે નહિ ? રાજકોટ ‘કિંગમેકર'ની ભૂમિકા ભજવે છે : હુન્ડાઇમાં પણ અસર શહેરે દુર રહેવાનું નકક્કી કર્યુ ને થયું IPOનું
સુરસુરિયું : પ્રાઇમરી માર્કેટમાં રાજકોટનો પ્રભાવ

રાજકોટઃ રાજકોટ રંગીલુ શહેર તો છે જ પણ સાથે સાથે ‘ચતુર' પણ છે : શેરબજારને લાગે વળગે છે ત્યાં સુધી શેર બજારમાં રાજકોટનો જબરો દબદબો જોવા મળે છે : મુંબઇ - દિલ્હી - કોલકતા - બેંગ્લોરને પણ ટક્કર મારે એવા કામકાજ અને સોદા થાય છે IPO ભરવાના મામલે પણ રાજકોટનો જબરો પ્રભાવ છે : કોઇ IPO સફળ થશે કે નિષ્ફળ તે મોટા ભાગે રાજકોટ નક્કી કરતું હોય છે : તાજેતરમાં શેરબજારના ઇતિહાસમાં સોથી મોટો હુન્ડાઇનો IPO આવ્યો હતો. કંપનીએ IPO ભરાય જાય તે માટે ભરપુર પ્રયાસ કર્યા પણ રાજકોટે આ IPOની ઉંચી (રૂ.૧૯૬૦)ની પ્રાઇઝ બેન્ડ જોઇ આ IPOથી દુર રહેવાનું નક્કી કર્યુ અને પરિણામ એ આવ્યું કે આ IPOને રિટેલમાં જોઇએ તેઓ પ્રતિસાદ ન મળ્યો છેલ્લા દિવસે કંપની ઉંધા માથે થતા આ આઇપીઓ ભરાઇ ગયો હતો રાજકોટના અનુભવી બ્રોકરો અને ‘ચતુર' ઇન્વેસ્ટરોએ આ IPO થી દુર રહેવાનું નક્કી કરતાં કંપનીને સહન કરવાનો વારો આવ્યો : કોઇપણ કંપનીના IPOનું ગ્રેમાર્કેટનું પ્રીમીયમ પણ મોટા ભાગે રાજકોટ જ નકકી કરતુ હોય છે : ૨૮૦૦૦ કરોડના હુન્ડાઇના IPOનું લીસ્ટીંગ પણ નબળુ ગયું : રાજકોટના ઇન્વેસ્ટરો દુર રહેતા તેઓ નુકસાનીથી બચી ગયા હતા : રાજકોટ IPO માર્કેટનું હબ બન્યુ છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી : વારી એનર્જીને રાજકોટે આવકારતા તે સફળ રહયો, ઉંચુ લીસ્ટીંગ થયુ ને રોકાણકારો કમાયા
(4:07 PM IST)










