News of Tuesday, 29th October 2024
પ્રકાશના પર્વ એવા દીપાવલીના પાવન તહેવારો શહેરીજનોને નવરંગોથી ભરપુર બનાવેઃ પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી
નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃધ્ધ નીવડે તેવી શુભકામનાઃ નયનાબેન, નરેન્દ્રસિંહ, જયમીનભાઇ, લીલુબેન, મનીષભાઇ

રાજકોટ,તા. ૨૯: ‘પ્રકાશના પર્વ' એવા ‘દીપાવલી'ના પાવન તહેવાર નિમિતે શહેરીજનોને શુભેચ્છા પાઠવતા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા જણાવેલ કે, દેશ તથા વિદેશમાં વસવાટ કરતા ભારતના નાગરીકો ‘દીપાવલી' તથા ‘નૂતન વર્ષ' તહેવારોની ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હોય છે., ‘દીપવાલી' એટલે પ્રકાશનું પર્વ. દેશના તમામ નાગરિકો એકાદશીથી શરૂ કરી, ‘દીપવાલી' સુધીના પાંચ દિવસ ઘર આંગણે દીપ પ્રગટાવે છે, નયનરમ્ય રંગોળી કરે છે, બાળકો ફટાકડા ફોડે છે તેમજ ઘરને રંગબેરંગી તોરણ, રંગરોગાન, રોશનીથી સુશોભિત કરી આ તહેવારની ખુબ જ આનંદ અને ઉમંગથી ઉજવણી કરે છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા પ્રકાશના પર્વ દીપાવલી, નૂતન વર્ષ અને ભાઈબીજના તહેવાર શહેરીજનોનું જીવન સુખ, શાંતિ, સમૃધ્ધિ, ઐશ્વર્ય, આરોગ્ય, સંપ, એકતા, સહકાર, પ્રગતિ વગેરે નવરંગોથી ભરપુર બનાવે તેમજ આરોગ્ય સારું રહે અને આવનારું નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધ નીવડે તેમજ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના પણ પાઠવી હતી.
(3:41 PM IST)










