News of Tuesday, 29th October 2024
વધુ ૫૩ વેપારી પાસેથી ૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારને ૧૯ હજારનો દંડઃ સોલીડ વેસ્ટ શાખાની કાર્યવાહી
રાજકોટ,તા.૨૯: મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા.૨૮ના ત્રણેય ઝોનમાંથી કુલ ૫૩ પાસેથી ૪.૭૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૮૮૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૧ પાસેથી ૧.૭ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ ૫૯૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૧ આસામીઓ પાસેથી ૧ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરનાર ધંધાર્થીને પાસેથી રૂ ૩૦૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતાᅠ૨૧ પાસેથી ૨.૦૬ ᅠકિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરનાર ધંધાર્થીને પાસેથી રૂ.૯૮૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
(3:51 PM IST)










