<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓને દિવાળી પૂર્વે ભેટઃ વિમો ઉતરાવાશે

શાસકો ધનતેરસની પરંપરા જાળવશેઃ કાલે મનપાની સ્‍ટેન્‍ડિંગ રેસકોર્ષમાં બોક્ષ ક્રિકેટ, કેવડાવાડીમાં બ્રીજ, કણકોટ રોડ પર પેવર કામ સહિત ૪૯ દરખાસ્‍તો અંગે નિર્ણય

રાજકોટ તા. ૨૯:. મહાનગરપાલિકા તહેવારોની પરંપરા જાળવી રાખે છે. શહેરીજનો માટે તહેવારો દરમિયાન અનેક આયોજનો થતાં હોય છે. તેમ સવંતવર્ષના ધન તેરસના દિવસે સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠક બોલવાવાની પરંપરા શાસકો એ   તેને જાળવી રાખી છે. તેમાં  સેન્‍ટ્રલઝોન કચેરી ખાતે સ્‍ટેનડીંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં  શહેરમાં અલગ અલગ સ્‍થળે બોક્‍સ ક્રિકેટ બનાવવાનો વિરોધ થતાં હવે કોર્પોરેશન દ્વારા રેસકોર્સમાં સ્‍વીમીંગ પુલની સામે ૩૨ લાખના ખર્ચે બોક્‍સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. તેવી જ રીતે રોડ-રસ્‍તા, ડીઆઈ પાઈપલાઈન, ઢોર પકડ પાટીના  કર્મચારીઓને વિમો ઉતારવા, આંગણવાડીસહિતની ૪૯ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવશે.

આવતી કાલે સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠકકરની અધ્‍યક્ષતામાં મળનાર છે.    સંકુલમાં સ્‍વીમીંગ પુલની સામે  રૂા. ૩૨ લાખના ખર્ચે બોક્‍સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેડક રોડ અને સાધુ વાસવાણી રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા અગાઉ બોક્‍સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ પરંતુ આજુબાજુના રહેવાસીઓ દ્વારા બોક્‍સ ક્રિકેટમાં ન્‍યુસન્‍સ ફેલાય છે. જેના લીધે મહિલાઓને મુશ્‍કેલી ઉભી થસે. તેવુ જણાવીતેનો વિરોધ થતાં બન્ને બોક્‍સ ક્રિકેટ પ્રોજેક્‍ટ પડતા મુકવામાં આવ્‍યા હતાં. અને હવે રેસકોર્સ ખાતે બોક્‍સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. તેવી જ રીતે પમ્‍પીંગ સ્‍ટેશનના ઓપરેશન અને મેન્‍ટેનન્‍સ તથા સ્‍વર્ણીમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્‍ટ મેળવવા તથા શહેરમાંથી ઉત્‍પન થતાં ઓર્ગેનિક વેસ્‍ટને પ્રોસેસીંગ કરી સીએનજી પ્‍લાન્‍ટ બનાવવાના કામમાં કોનટ્રાક્‍ટ અપાયેલ છે જે એજન્‍સીના નામમાં ફેરફાર કરવા તથા અલગ અલગ વોર્ડમાં ટીપરવાન મારફતે કચરો તેમજ વોકળાનો ગારને ટ્રાન્‍સફર કરવા સહિતની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે.

કણકોટ રોડ પર પેવર કામ અને સેન્‍ટ્રલ ડિવાઈડરનું કામ થશે

શહેરના  વોર્ડ નં. ૧૧માં આવેલ કણકોટ રોડ તથા પાળ રોડ પર સેન્‍ટ્રલ લાઈન ડીવાઈડર નાખવા અંગેની ખર્ચની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. આ અંગે ઈજનેરના જણાવ્‍યા મુજબ પાળ રોળનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. જ્‍યારે બે માસ બાદ કણકોટ રોડ પર ૨૪ મીટરનો પેવર રોડ તૈયાર કરી બન્ને રોડ ઉપર સેન્‍ટ્રલ ડિવાઈડર નાખી ફોરલેન રોડ શરૂ કરવામાં આવશે.

૫૩.૮૨ કરોડના ખર્ચે

ફાયર સ્‍ટેશન, બ્રીજ,

નવા રોડ બનશે

શહેરના છેવાડાના વિસ્‍તારોમાં વિકાસના કામો માટે ગુજરાત મ્‍યુનિસિપલ ફાઈનાન્‍સ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં રૂા. ૫૩.૮૨ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. જે અંતર્ગત સાત પ્રોજેક્‍ટ શરૂ કરવામાં હોય તેની દરખાસ્‍ત મંજુર કરી મ્‍યુનિસિપલ ફાઈનાન્‍સ બોર્ડને રજૂ કરવામાં આવશે. ઉપરોક્‍ત ગ્રાન્‍ટમાંથી વોર્ડ નં.-૯માં મુંજકામાં આર્ષ વિદ્યા મંદિર પાસે વોંકળા પર નવો બ્રીજ બનાવવાનું કામ. (ફેઝ -૧), વોર્ડ નં.-૯માં મુંજકા પોલીસ સ્‍ટેશન થી આગળ વોંકળા પર બ્રીજ બનાવવાનું કામ. (ફેઝ -૧), રીંગ રોડ ૨- ડેવલપમેન્‍ટ કરવાનું કામ. (ઘંટેશ્વર જંકશન થી કણકોટ રોડ જંકશન સુધી ) (ફેઝ -૨), વોર્ડ નં.-૯માં મુંજકા ગામ (ગેઇટ) થી નવો ૧૫૦ ફુટ રીંગ રોડ સુધી (૨૦.૦૦ મી. રોડ) નવો રોડ બનાવવાનું કામ. (ફેઇઝ-૧), વોર્ડ નં ૧૧માં કટારીયા ચોકડી પર ફાયર સ્‍ટેશન બનાવવાનું કામ ફેઇઝ ૧), વોર્ડ નં.-૯માં મુંજકા વિસ્‍તારમાં અલગ-અલગ ડાયા મીટરની ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું કામ. (ફેઇઝ-ર), વોર્ડ નં-૧૮માં રીધ્‍ધી સિધ્‍ધી સોસાયટી નાલાથી સ્‍વાતી સોસાયટી સુધી ૨૪ મી. રોડ ડેવલપ કરવાનું કામ કરવામાં આવશે.

 ઢોરપકડ પાર્ટીના

કર્મચારીઓનો વીમો ઉતરાવાશે

મહાનગરપાલિકાના સૌથી વધુ સેન્‍સેટીવ વિભાગ પ્રાણી રંજાળ, અંકુશ વિભાગના કર્મચારીઓને હવે વીમા સુરક્ષાકવચ પુરુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ વિભાગનાસ્‍ટાફ દ્વારા શહેરભરથી રખડતા ઢોર પકડવા તથા ヘાન વ્‍યંધીકરણ સહિતના કામ કરવામાં આવતા હોય છે. પરંતુ છેલ્લા થોડા સમયથી ઢોર પકડવાની કામગીરી દરમિયાન અવાર નવાર લોકો દદ્વારા હુમલા કરી ઈજા પહોંચતી હોવાના બનાવો બન્‍યા છે. તેવી જ રીતે પશુ પકડવાની કામગીરી દરમિયાન પણ પશુઓના કારણે ઈજા થવાનો ભય રહેતો હોય મનપાએ હવે તમામ વેનેટરી ઓફિસરી (૧), લાઈવસ્‍ટોક ઈન્‍સ્‍પેક્‍ટર (૧૪), એન્‍ક્રચેમેન્‍ટ રીમુવલ ઓફિસર (૩), ડ્રાઈવર (૨), મજુરો ૩૯), ડબાપગી (૧) સહિતના ૬૦ કર્મચારીઓ માટે હવે ઓરિએન્‍ટલ તેમજ ન્‍યુ ઈન્‍ડિયા અને યુનાઈટેડ ઈન્‍ડિયા પાસેથી વિમા કવચલેવામાં આવશે.

આ ઉપરાંત શહેરના વોર્ડ નં. ૧૪ ના કેનાલ રોડ પર આવેલ કેવડાવાડી શેરી નં. રર ને જોડતો બ્રિજ ૬૦ લાખના ખર્ચે બનાવવા, કોઠારીયામાં બાગ - બગીચામાં કમ્‍પાઉન્‍ડ હોલ બનાવવા, વોર્ડ નં. ર ના મોચીનગર હોલ સામેનો ટીપી રસ્‍તો ડેવલપમ કરવા, કાલાવડ રોડ પર જડુસ બ્રિજ નીચે તથા રામાપીર ચોક બ્રિજ નીચે મોડર્નાઇઝ ટોયલેટ બનાવવા સહિતની દરખાસ્‍ત અંગે નિર્ણય થશે.

નાયબ કમિશનરની ખર્ચની

સત્તા હવે ૧૦ લાખની

રાજકોટ  મનપાના નાના-મોટા કામો કે જેના ટેન્‍ડર કરવામાં મુશ્‍કેલીઓ સર્જાતી હોય છે. આથી નાયબ કમિશનરને પાંચ લાખ સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા આપવામાં અવી છે. પરંતુ શહેરનો વ્‍યાપ વધતા અને નાના મોટા કામો વધુ માત્રામાં થતાં હોય નાયબ કમિશનરની ખર્ચની સત્તા વધારવાનો નિર્ણય લેવામાં આવેલ જે અંતર્ગત હવેથી નાયબ કમિશનરને રૂા. ૧૦ લાખ સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા આપવામાં આવશે. જેની દરખાસ્‍ત સ્‍ટેન્‍ડીંગમાં રજૂ કરવામાં આવી છે. 

 

લક્ષ્મીવાડીમાં બનશે નવી આંગણવાડી

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા નવા તથા જૂના વિસ્‍તારોમાં આંગણવાડીનો વ્‍યાપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. જે અંતર્ગત શહેરના વોર્ડ નં. ૧૪માં લક્ષ્મીવાડી શેરી નં. ૧૬ તથા શેરી નં. ૭ના ખુણા સામે આવેલ લક્ષ્મીવાડી ક્‍વાર્ટસની જગ્‍યામાં આંગણવાડી બનાવવાની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. રૂા. ૨૬.૮૧ લાખના ખર્ચે આંગણવાડી બનાવવામાં આવશે.

(4:05 PM IST)