<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

કૂર્મી સેના દ્વારા કેશુબાપાને ભવ્‍યાતિભવ્‍ય સ્‍મરણાંજલિ

રાજકોટ :  આંતરરાષ્‍ટ્રીય કૂર્મી સેના દ્વારા  રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ.પદ્મભૂષણ કેશુભાઈ પટેલ ની ચતુર્થ પુણ્‍યતિથી નિમિત્તે  સ્‍મરણાંજલિ સભામાં પાટીદાર ઉપરાંત સર્વે સમાજ નાં આગેવાનો અને કાર્યકરોએ  સ્‍વ. કેશુબાપાનાં લોક ઉપયોગી કાર્યો ને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.    સભા નાં પ્રારંભમાં દિપ પ્રાગટય બાદ મા ઉમા -ખોડલ ની આરતી કરવામાં આવી હતી   ચિરાગ કાકડીયા દ્વારા સ્‍વાગત પ્રવચન બાદ કૂર્મી સેના નાં આગામી કાર્યક્રમો અને સ્‍વ. કેશુબાપા નાં સ્‍મરણાંજલિ કાર્યક્રમ પાછળની ભૂમિકા પત્રકાર  જિજ્ઞેશભાઈ કાલાવડિયા દ્વારા આપવામાં આવી હતી. દર વર્ષે કેશુબાપાની પુણ્‍યતિથી પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ  યોજાશે તેવી જાહેરાત કરી હતી. આ તકે સ્‍વ. કેશુભાઈ પટેલ નાં જીવન સંઘર્ષ ની યાદ અપાવતી ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ પ્રદર્શિત કરવામાં આવી હતી.  લોકસાહિત્‍યકાર મનસુખભાઈ વસોયા અને દાદુભાઈ ગઢવી દ્વારા કાર્યક્રમ ને અનુરૂપ કેશુબાપા નાં જીવન વિશે તેમની આગવી શૈલી માં વાત મૂકવામાં આવી હતી.  સ્‍મરણાંજલિ સભા માં  ખોડલધામ નાં   હસમુખભાઈ લુણાગરિયા, દિનેશભાઈ બાંભણિયા, વિશ્વ ઉમિયા ધામ નાં ઉપપ્રમુખ ડી.એન.ગોલ,  શ્રીમતી નયનાબેન પેઢડીયા, સરદાર ધામ નાં આગેવાન જેન્‍તીભાઇ સરધારા, ગુજરાત રાજ્‍ય પછાત વિકાસ નિગમ નાં પૂર્વ ચેરમેન નરેન્‍દ્રભાઇ સોલંકી, પૂર્વ ધારાસભ્‍ય સિદ્ધાર્થ પરમાર, પાટીદાર સમાજ અમદાવાદ નાં પ્રમુખ પૂર્વ ધારાસભ્‍ય જીતુભાઇ પટેલ, કેશુબાપા નાં નિકટના તોહી અમોલભાઈ પટેલ, કેશુબાપા નાં પરિવાર તરફથી અશ્વિનભાઈ પટેલ, રાજકોટ શહેર કોંગ્રેસ નાં કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડીયા, આમ આદમી પાર્ટી નાં આગેવાન અને ખોડલ ધામ નાં ટ્રસ્‍ટી શિવલાલ બારસિયા, પૂર્વ રાજ્‍ય મંત્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી ડો.  વલ્લભભાઈ કથીરીયા વગેરે દ્વારા તેમના કેશુબાપા સાથેના સંસ્‍મરણો વાગોળવામાં આવ્‍યા હતા.  કાર્યક્રમ માં  સભા સ્‍થળ પર કેશુબાપા, સરદાર પટેલ અને શિવાજી નાં વિશાળ કટ આઉટ અને સેલ્‍ફી પોઇન્‍ટ ગોઠવવામાં આવ્‍યા હતા. સ્‍મરણાંજલિ સભા માં કેશબાપા નાં જીવન સંઘર્ષ અને તેમની રાજકીય કેરિયર પર આધારિત જાણીતા પત્રકાર - લેખક દિલીપ પટેલ નાં પુસ્‍તક પ્રધરતીપુત્ર કેશુભાઈ પટેલનું ઉપસ્‍થિત મહાનુભાવો નાં હસ્‍તે વિમોચન કરવામાં આવ્‍યું હતું. આ બાબતે પુસ્‍તકના પ્રકાશક ચિરાગ પટેલ દ્વારા પુસ્‍તક ની પ્રાસંગિકતા અને ભાવી આયોજનો બાબતે તેમના વિચારો રજૂ કરવામાં આવ્‍યા હતા. આભારવિધિ જિગીષા પટેલ અને અશોકભાઈ દલસાણીયા દ્વારા કરવામાં આવી હતી. એસપીજી અધ્‍યક્ષ કલ્‍પેશ રાંક, યુવી ક્‍લબ નાં ડાયરેક્‍ટર મુન્નાભાઈ ઘેટીયા, પૂર્વ ધારાસભ્‍ય અને પટેલ સમાજનાં આગેવાન ટપુભાઈ લિંબાસિયા, કિશોરભાઈ અદિપરા, વિઠલભાઈ ધડુક, ગોપાલભાઈ ભૂવા, રાજાભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મનોજભાઈ પનારા, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી, વિપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, મુસ્‍લિમ એકતા મંચ નાં ઈમ્‍તિયાઝ પઠાણ, સામાજિક અગ્રણી જે.પી.જાડેજા, ગિરગંગા પરિવારના દિલીપભાઈ સખિયા, પ્રતાપભાઈ પટેલ, સોનલબેન ડાંગરિયા, કિસાન નેતા રમેશચંદ્ર પટેલ, જગદીશ ઠાકોર, ગીરીશભાઈ પરમાર, કિરીટભાઈ પટેલ, પંકજભાઈ રાણસરિયા, બસપા નાં આગેવાન ચમનભાઈ સવસાણી, બસપા ઉપાધ્‍યક્ષ મકવાણાભાઈ, બહુજન મુક્‍તિ પાર્ટી નાં પ્રકાશભાઈ સિંધવ, જગદીશભાઈ, અજીતભાઈ પરમાર, ગુજરાત નવનિર્માણ સેનાના અતુલભાઈ દવે, વિચારક વાસુદેવભાઇ પટેલ, વિનુભાઈ ધવા,કિસાન અગ્રણી ભીખાભાઈ લીંબાણી, આપ નેતા તેજસ ગાજીપરા, યુવા અગ્રણી ભાવેશભાઈ લોખીલ, ભરતભાઈ વાધડીયા, મુસ્‍તાક દિવાન, ધવલ પટેલ, સહિતનાં  હાજર રહ્યા હતા. સ્‍વ.કેશુભાઈ પટેલ પરિવાર માંથી તેમના સુપુત્ર મહેશભાઈ પટેલ, ભત્રીજા અશ્વિનભાઈ પટેલ, પૌત્ર ઉદયભાઈ પટેલ, શેતલભાઈ, રાજુભાઈ સહિતનાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે મંચ પરથી કૂર્મી સેના નાં સંસ્‍થાપક જિજ્ઞેશ કાલાવાડિયા દ્વારા કેશુબાપા ના પરિવારની લાગણીને ધ્‍યાનમાં રાખીને હિરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ નું નામ ્રસ્‍વ.કેશુભાઈ પટેલ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ કરવાનો ઠરાવ મૂકવામાં આવ્‍યો હતો જેને  જનમેદની એ હાથ ઊંચા કરીને અનુમોદન આપ્‍યું હતું.  સફળ આયોજન માટે કૂર્મી સેનાના ં ચિરાગભાઈ કાકડીયા, વિજયભાઈ શિયાણી, સંજયભાઈ ખીરસરિયા, નરેન્‍દ્રભાઇ ગુંદરણીયા, કેતનભાઈ તાળા, હરેશભાઈ બુસા,લીનેશભાઈ સગપરિયા, દર્શિત પટેલ, ધવલ વડાલિયા, જગદીશ શિંગાળા, વૈભવ રાદડીયા, નિલેશ વાછાણી, અંકિત ઘાડિયા, દિલીપ  ઝાલાવડિયા, ચંદ્રેશ સવસાણી, ભાવેશ માખેસણા સહિતનાં મિત્રો એ જહેમત ઊઠાવી હતી.

(3:59 PM IST)