તા. ૧૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧ સોમવાર
News of Wednesday, 30th October 2024
એર વાલ્વ્ ડેમેજ થયેલ હોય રાજકોટ શહેરને અગામી ૨૪ કલાક દરમ્યાન નર્મદાનાં પાણી ની ઘટ થવાનો સંભવ*

નર્મદાનું પાણી રાજકોટ શહેરને પૂરું પાડતી NC-33 લાઇન પર એર વાલ્વ્ ડેમેજ થયેલ હોય, જેના રિપેરિંગ માટે GWIL દ્વારા આજ સાંજે ૬:૦૦ કલાક થી આકસ્મિક શટડાઉન લીધેલ છૅ. જે આજે તા.૨૯ નાં સાંજે ૬:૦૦ કલાક સુધીમાં રિપેરિંગ પૂર્ણ થવાનો અંદાજ છે. જે મુજબ રાજકોટ શહેરને અગામી ૨૪ કલાક દરમ્યાન કુલ ૭૦ ML નર્મદા નાં પાણી ની ઘટ થવાનો સંભવ રહેલ છે.
તહેવાર ને ધ્યાને લઇ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે જરૂરી આયોજન દ્વારા આવતી કાલે રેલનગર તથા બજરંગવાડી હેડવર્કસ પરથી ફક્ત કુલ ૨૨ ML(વૉર્ડ નંબર ૨-પાર્ટ અને ૩- પાર્ટ) સપ્લાય બંધ રાખી બાકીના વિસ્તારોમાં રાબેતા મૂજબ પાણી વિતરણ કરવાનો પ્રયાસ કરવાનુ ગોઠવવામાં આવેલ છે.
(1:32 AM IST)










