News of Wednesday, 30th October 2024
જલારામ જયંતિઃ રૈયા રોડ ખાતે મહાઆરતી,મહાપ્રસાદ, બાપાનું સામૈયુ, ૫૬ ભોગ,હેલ્થ ચેક અપ કેમ્પ
જય જલિયાણ ગ્રૂપ દ્વારા આયોજનઃ કાર્યક્રમોની વણઝાર

રાજકોટઃ જયા અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડોની જયોત જલાવનાર જલારામ બાપાની આગામી તારીખ ૦૮ ને શુક્રવારે ૨૨૫ મી જન્મ જયંતી નિમિતે શહેરના રૈયા રોડ પર આવેલા સોૈરભ હોલ ખાતે જય જલિયાણ ગ્રૂપ દ્વારા જલારામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થનાર છે. કાર્યક્રમની વિગત જોઇએ તો જલારામ જયંતિએ સાંજે ૫:૩૦ થી દીપ પ્રાગટય, બાપાનું સામૈયુ, તથા ૫૬ ભોગ ત્યારબાદ પ્લેક્ષસ હોસ્પિટલના ડો. િ નકુંજ કોટેચાના સહયોગથી હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરાયું છે. જ્ઞાતિબંધુઓ માટે મહાપ્રસાદ નું પણ આયોજન થયું છે. આ આયોજનને સફળ બનાવવા ચીનુભાઇ ઠક્કર, વિનુભાઇ લાખાણી, ગોરૈવ સેજપાલ, મનહરભાઇ જોબનપુત્ર, મિલનભાઇ કોટેચા, કમલભાઇ ગોકાણી, જીજ્ઞેશભાઇ ઠક્કર, હસ્ત ઠકકર, સાહિલ લાખાણી, કિશન જોબનપુત્ર, ડનિલ કોટેચા, પ્રતિ ગોકાણી, મિલનભાઇ પંડિત રાજુભાઇ ભગદેવ જયતન્ના, વંદિત ખંઘેડીયા કાજલબેન ઠકકર, માધવીબેન ગોકાણી, નિમિષાબેન રાચ્છ, માધુરીબેન મીરાણી પૂજાબેન પંડિત, હેમાલી ભગદેવ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથીરીયા)
(2:37 PM IST)










