<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

વોર્ડ નં. ૪ ના સેટેલાઇટ ચોક અને વોર્ડ નં. પ નવાગામ મેઇન રોડ અને પારૂલ સ્‍મૃતિવન રોડના ડિવાઇડર એલ.ઇ.ડી.લાઇટીંગથી ઝગમગશે

બંન્ને વોર્ડના કોર્પોરેટરો નયનાબેન, કંકુબેન, કાળુભાઇ, પરેશભાઇ, રસીલાબેન, દિલીપભાઇ, હાર્દિકભાઇ વિસ્‍તારમાં ઝગમગાટ લાવ્‍યા

રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૪ માં સેટેલાઇટ ચોક રોડ અને વોર્ડ નં.૦૫ માં નવાગામ મેઇન રોડ અને પારૂલ સ્‍મળતિવન રોડ ડિવાઇડરમાં કુલ રૂ.૩૨.૭૫ લાખના ખર્ચે સેન્‍ટર એલ.ઇ.ડી. લાઇટીંગ કરવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ મંજુર કરવા બદલ મેયર તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર નયનાબેન પેઢડીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, લાઈટીંગ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર કાળુભાઈ કુંગશીયા અને કોર્પોરેટર પરેશભાઈ ડી. પીપળીયા તેમજ માધ્‍યમિક શિક્ષણ સમિતિ અને આનુષાંગીક શિક્ષણ સમિતિ ચેરમેન અને વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર રસીલાબેન સાકરીયા, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરિયા અને વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર હાર્દિકભાઈ ગોહિલ દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે

(2:53 PM IST)