<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

કાલે દિપાવલી રાત્રે જામશે ફટાકડાની આતશબાજી

આજે કાળીચૌદશ નિમિતે તંત્ર યંત્ર-મંત્ર સાધનાનું મહત્‍વઃ મહાકાળી માતાજી, હનુમાનજી મહારાજ અને કાળ ભૈરવદાદાનું પૂજન-અર્ચન

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં દિપાવલી પર્વની ધામધુમથી ઉજવણી શરૂ થઇ છે. કાલે દિપાવલી પર્વ નિમિતે પૂજન અર્ચનનું વિશેષ મહત્‍વ છે. અને ફટાકડાની આતશબાજી સર્જાશે.

આજે કાળી ચૌદશ નિમિતે તંત્ર-યંત્ર- મંત્રની સાધનાનું મહત્‍વ છે. અને મહાકાળી માતાજી, હનુમાનજી મહારાજ અને કાળભૈરવદાદાના પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ સહિત રાજયભરમાં ધનતેરસની આસ્‍થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હવે આવતીકાલે કાળી ચૌદશ છે. શાષાવિદોના મતે કાળીચૌદશના  દિવસે અને રાત્રીએ કરેલી પૂજા-સાધના સહષાગણું ફળ આપે છે.

કાળીચૌદશને નરક ચતુર્દશી અને રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે. આ દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે. ખાસ કરીને તળેલી વસ્‍તુઓ બનાવીને ખાવામાં આવે છે. કાળી ચૌદશ દરમિયાન તંત્ર-યંત્ર-મંત્ર સાધના તેમજ મહાકાળી પૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવ પૂજા શિધ્ર ફળ આપે છે. કાળી ચૌદશના દિવસ અને રાત્રીને સિધ્‍ધદાયી માનવામાં આવે છે તેમ જણાવતા જયોતિષી ચેતન પટેલે ઉમેર્યું કે કાળીચૌદશની સાધના મંતર પ્રયોગ કે આરાધના કરવાથી ભૂત અંધકાર, પ્રેત પિશાચ રાત્રી, ભય નાશ પામે છે. આપત્તિ, સંકટ સામે રક્ષણ મળે છે અને શકિતની પ્રાપ્તી થાય છે. કાળી ચૌદશની રાત્રે ધૂપ-દીવો પ્રગટાવી ૭ વખત હનુમાન ચાલીસા કરવાથી ભય નાશ પામે છે. શત્રુ બાધા-દૂર થાય અને આકસ્‍મિક રક્ષણ મળે છે.

(2:57 PM IST)