News of Wednesday, 30th October 2024
વોર્ડ નં. ૧૩ના નવા વિસ્તારો કોઠારીયા તથા વાવડીમાં ડી.આઇ. પાઇપ લાઇન બીછાવાશે

રાજકોટ તા. ૩૦: શહેરના વોર્ડ નં.૧૩માં રૂ.૧૩.૦૨ લાખના ખર્ચે ગોકુલધામ મેઇન રોડ પર આવેલ આરોગ્ય કેન્દ્રની પાછળ હયાત આંગણવાડીના કેમ્પસમાં આંગણવાડી ઘટક - ૩ કેન્દ્ર નંબર ૧૧૫(આંબેડકરનગર - ૪) નું બિલ્ડીંગ બનાવવાનું કામ તથા વોર્ડ નં.૧૩માં રૂ.૨.૮૯ કરોડના ખર્ચે કોઠારીયા તથા વાવડીનાં બાકી રહેતા વિસ્તારમાં વોટર વર્કસ ડી.આઇ. પાઇપલાઇન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવાનું કામ આમ કુલ રૂ.૩.૦૨ કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
આ કામો મંજુર કરવા બદલ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળા, હાઉસીંગ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, બાગ બગિચા અને ઝુ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર સોનલબેન સેલારા અને કોર્પોરેટર જયાબેન ડાંગર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ છે. (૭.ર૯)
(3:01 PM IST)










