<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

બહુમાળી ભવન પાસે સીટી બસ કાર સાથે અથડાતાં નુકસાનઃ કારચાલક વકિલને ઇજા

પ્ર.નગર પોલીસે અભયભાઇ બારડની ફરિયાદ પરથી બસચાલક સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ : શહેરમાં રેસકોર્ષ રીંગ રોડ પર દિવાળી કાર્નીવલનું આયોજન કરાયું હોઇ ગઇકાલે રંગોળી સ્‍પર્ધા યોજાઇ હતી. આ કારણે રસ્‍તો વન-વે કરાયો હોઇ  તેમજ શહેરીજનો પણ રોશની, રંગાળી નિહાળવા મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હોઇ ટ્રાફિકજામના દ્રશ્‍યો સર્જાયા હતાં. આ વખતે સાંજે સાતેક વાગ્‍યે રેસકોર્ષ રીંગ રોડ બહુમાળી ભવન પાસે સીટી બસ નં. જીજે૦૩બીવાય-૩૬૦૬ના ચાલકે બેફીકરાઇથી બીજા લોકોની જિંદગી જોખમાય એ રીતે બસ હંકારી અલ્‍ટો કાર જીજે૦૩એલએમ-૩૫૪૯ સાથે અકસ્‍માત સર્જી નુકશાન પહોંચાડતાં તેમજ કાર ચાલક એડવોકેટ અભયભાઇ સુધીરભાઇ બારડ (ઉ.વ.૩૧-રહે. કોપર ગ્રીન સીટી એપાર્ટેમેન્‍ટ બી-૧૦૦૩, રેલનગર)ને મુંઢ ઇજા પહોંચાડતાં પોલીસ ફરિયાદ થઇ છે. આ બનાવમાં પ્ર.નગર પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ ડી. પી. ગોહેલે એડવોકેટ અભયભાઇ બારડની ફરિયાદ નોંધી હતી. તે સાંજે બનેવીની અલ્‍ટો કાર લઇ પત્‍નિ સાથે ઘર તરફ જતાં રેસકોર્ષ રીંગ રોડ પર જીલ્લા પંચાયતથી બહુમાળી ભવનના રસ્‍તે સીટી બસ સામેથી રોંગ સાઇડમાં પુરપાટ ઝડપે આવી હતી અને અલ્‍ટો કાર સાથે અકસ્‍માત સર્જતા કારમાં નુકસાન થયું હતું અને અભયભાઇને છાતીના ભાગે મુંઢ ઇજા થઇ હતી. તસ્‍વીરમાં અકસ્‍માતગ્રસ્‍ત વાહનો જોઇ શકાય છે.

(3:32 PM IST)