News of Wednesday, 30th October 2024
‘સુવર્ણ ભૂમિ' પરિસર જલારામમય બનશેઃ અદ્ભુત આયોજન
સાતેય વિંગના તમામ સભ્યો દ્વારા પ.પૂ. જલારામ બાપાની રરપ મી જન્મ જયંતિની ધામધૂમથી ભાવપૂર્વક ઉજવણી : ‘સુવર્ણ ભુમિ' સોસાયટીના પ્રમુખ મનિષભાઇ ઠક્કર સહિતના હોદેદારો-સભ્યો અકિલાના આંગણેઃ અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાને ભાવભીનું આમંત્રણ પાઠવાયું : તા. ૮ નવેમ્બર, શુક્રવાર સાંજે પ.૩૦ વાગ્યે અન્નકુટ દર્શન અને ૭.૧પ વાગ્યે મહાઆરતી થશેઃ સાંજે ૭.૩૦ વાગ્યાથી : મહાપ્રસાદઃ વડીલ-મુરબ્બીશ્રીઓ માટે અલાયદી વ્યવસ્થા

પ. પૂ. શ્રી જલારામ બાપાની ૨૨૫ મી જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી નિમિતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને ભાવભીનું આમંત્રણ પાઠવતા ‘સુવર્ણ ભૂમિ' સોસાયટી પરિસરના પ્રમુખ અને અગ્રણી ઉધોગપતિ શ્રી મનિષભાઇ ઠકકર, સુવર્ણ ભૂમિ પરિવારના અન્ય હોદ્ેદારો- સભ્યોશ્રી હિતેષભાઇ વિઠ્ઠલાણી, પ્રદિપભાઇ દતાણી, રમેશભાઇ નારીયા, ચિરાગભાઇ સરધારા, દિપકભાઇ ઊંધાડ (ડીસીપી), ડો. રોમીતભાઇ મારવાણીયા, નિલેશભાઇ વિરડીયા, રાકેશભાઇ તન્ના, કુલદીપભાઇ પુજારા, ધર્મેશભાઇ કલોલા, કુંજલભાઇ પુરોહીત, નિલેશભાઇ કકાસણીયા, પ્રિન્સભાઇ મણીયાર, રવિન્દ્રભાઇ પટેલ, ડો. પરાગભાઇ દેવાણી વિગેરે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર :- સંદિપ બગથરીયા) (પ-૧૯)
રાજકોટ,તા. ૩૦:
‘રામનામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ...
તાકે પદ વંદન કરૂ, જય જય શ્રી જલારામ'
વિશ્વ વંદનીય પ. પૂ. શ્રી જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતિની ઉજવણી તારીખ ૮ નવેમ્બર, ર૦ર૪ શુક્રવારના રોજ સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે રાજકોટના સુવર્ણભૂમિ ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ રાજકોટની પ્રિમિયમ અને પ્રેરણાદાયી સોસાયટી ‘સુવર્ણભૂમિ' પરિસર દ્વારા પણ જલારામ જયંતિની ધામધૂમથી ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. અદભુત આયોજન થકી સુવર્ણભૂમિ પરિસરની સાતેય વિંગના કુલ ૩૯૨ ફલેટના તમામ સભ્યો પ.પૂ. જલારામબાપાની ભકિતમાં લીન થશે.
સુવર્ણ ભૂમિ પરિસરના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મનિષભાઇ ઠક્કર સહિતના હોદ્દેદારો-સભ્યો આજરોજ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને પ. પૂ. જલારામબાપાની જન્મ જયંતિ નિમિતે પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું.
જલારામ જયંતિ નિમિતે તા. ૮ નવેમ્બર, ૨૦૨૪ શુક્રવારના રોજ ‘સુવર્ણભૂમિ' ખાતે સાંજે ૫:૩૦ વાગ્યાથી અન્નકૂટ-દર્શનની વ્યવસ્થા ભાવિકો માટે કરવામાં આવી છે. સાંજે ૭:૧૫ વાગ્યે મહાઆરતી થશે અને સાંજે ૭:૩૦ વાગ્યાથી મહાપ્રસાદ શરૂ થશે. મહાપ્રસાદ દરમ્યાન વડીલ-મુરબ્બીશ્રીઓ તથા ઉંમરલાયક ભાઇઓ-બહેનો ટેબલ-ખુરશી ઉપર બેસીને આરામદાયક રીતે પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી અલાયદી-આગવી વ્યવસ્થા રાખવામાં આવી છે. સોસાયટીના પ્રમુખ શ્રી મનિષભાઇ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સુવર્ણભૂમિ પરિવારના તમામ હોદેદારો- સભ્યો પ. પૂ. શ્રી જલારામબાપાની ૨૨૫ મી જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આજરોજ અકિલા કાર્યાલય ખાતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને જલારામ જયંતિ પ્રસંગે ભાવભીનું આમંત્રણ પાઠવવા માટે સુવર્ણ ભૂમિ પરિસરના પ્રમુખશ્રી મનિષભાઇ ઠક્કર, અન્ય હોદેદારો- સભ્યોશ્રી હિતેષભાઇ વિઠ્ઠલાણી, પ્રદિપભાઇ દતાણી, રમેશભાઇ નારીયા, ચિરાગભાઇ સરધારા, દિપકભાઇ ઉંધાડ (ડીસીપી) , ડો. રોમીતભાઇ મારવાણીયા, નિલેશભાઇ વિરડીયા, રાકેશભાઇ તન્ના, કુલદીપભાઇ પૂજારા, ધર્મેશભાઇ કલોલા, કુંજલભાઇ પુરોહીત, નિલેશભાઇ કકાસણીયા, પ્રિન્સભાઇ મણીયાર, રવિન્દ્રભાઇ પટેલ, ડો. પરાગભાઇ દેવાણી વિગેરે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
(3:49 PM IST)










