<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

સિવિલ હોસ્‍પિટલમાં જામનગર રોડ રેલ્‍વે હોસ્‍પિટલ સામે નવા ગેઇટને ખુલ્લો મુકાયો

રાજકોટઃ અગાઉ હોસ્‍પિટલ ચોકમાં ટ્રાયેન્‍ગલ ઓવર બ્રીજ બનાવવાની શરૂઆત થઇ ત્‍યારથી પીડીયુ સિવિલ હોસ્‍પિટલનો જામનગર રોડ રેલ્‍વે હોસ્‍પિટલ તરફનો ગેઇટ બંધ કરી દેવાયો હતો. આ કારણે જામનગર રોડ તરફથી આવતાંએમ્‍બ્‍યુલન્‍સ સહિતના દર્દીઓ સાથેના વાહનોને છેક હોસ્‍પિટલ ચોકના મુખ્‍ય ગેઇટ સુધી ફરવા જવું પડતું હતું. વળી રેલ્‍વે હોસ્‍પિટલ નજીક જ તબિબી છાત્રોના આવાસ તેમજ જામટાવર નજીક નર્સિંગ સ્‍ટાફના આવાસ હોય આ સ્‍ટાફને પણ ફરી ફરીને આવવું પડતું હતું. આજથી સિવિલના જામનગર રોડ પરના રેલ્‍વે હોસ્‍પિટલ સામેના નવા બનાવાયેલા ગેઇટને ખુલ્લો મુકી દેવાયો છે.

(3:37 PM IST)