તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th October 2024
દિવાળીનો ઝળહળાટઃ પ્રજાજનોને શુભેચ્છા પાઠવતા પ્રવીણાબેન

રાજકોટ તા. ૩૦: જિલ્લાના સર્વે ગ્રામજનોને પ્રકાશના પર્વ એવા દિપાવલી અને નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઇ રંગાણીએ જણાવ્યું છે કે પ્રકાશના પર્વ ગણાતા દિપાવલીના તહેવારો દરમ્યાન ઘર અને આંગણાઓ દિવડાથી ઉગમગી ઉઠે છે. દિવાળીથી ભાઇબીજ અને લાભ પાંચમ દરમ્યાન પાંચ દિવસમાં દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજ પર્વોનો અનેરો સંગમ થાય છે. વાતાવરણમાં અનેરી દિવ્યતા સર્જાય છે અને માનવ માત્રમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે.
(4:29 PM IST)










